રાજસ્થાનના ઉદયપુરમાં 13-15મે કોંગ્રેસની નવસંકલ્પ ચિંતન શિબિર પહેલા પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી નેતાઓને નિ:સ્વાર્થ ભાવ અને શિસ્ત સાથે કામ કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે જાદૂની કોઈ છડી નથી. પાર્ટીએ હંમેશા આપણા સૌનુ ભલુ કર્યુ છે અને હવે કોંગ્રેસના નેતાઓ માટે આ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.
તેમણે પાર્ટીની કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નેતાઓને ચેતવણી આપી હતી કે પાર્ટીના મંચ પર ટીકા જરૂરી છે, પરંતુ એવુ ના થવુ જોઈએ કે કોંગ્રેસનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય. સોનિયા ગાંધીનુ કહેવુ હતુ કે નવસંકલ્પ ચિંતન શિબિર માત્ર ઔપચારિકતા ન જોઈએ, પરંતુ આમાં પાર્ટીની પુન રચના પ્રતિબિંબિત હોવી જોઈએ. આ
સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં થયેલી CWCની બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને કેટલાક અન્ય નેતાઓ સામેલ થયા હતા.
CWCની બેઠકમાં ચિંતન શિબિરના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજકારણ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, અર્થવ્યવસ્થા, સંગઠન, ખેડુત અને કૃષિ તથા યુવા અને સશક્તિકરણના મુદ્દાનું ચિંતન શિબિરમાં મંથન થશે. બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યુ કે આ ચિંતન શિબિર કોઈ મંજિલ ના થઈને એક લાંબી યાત્રાની શરૂઆત હશે અને આ એક મિશાલ પણ સાબિત થશે. તેમણે જણાવ્યુ, મલ્લિકાર્જુન ખડગેએ રાજકીય મુદ્દા, પી ચિદમ્બરમે આર્થિક મુદ્દા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કૃષિ સાથે સંબંધિત મુદ્દા પર જાણકારી આપી હતી.