ગુજરાત સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન મૂળની મહિલાએ દાખલ કરેલી અરજીમાં ઉત્પીડનના કૃત્યો અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અરજદાર મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તે ૨૦૨૨માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી.
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં મહિલાએ મોદી પર આરોપ લગાવ્યો છે કે તેમને માત્ર તેને જ નહીં, પરંતુ વધુ મહિલાઓને હેરાન કરી છે. પાંચ વધુ મહિલાઓએ તેના જેવું જ ભાવિ ભોગવ્યું છે, જોકે, તેઓ એક યા બીજા કારણોસર મૌન છે. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે રાજીવ મોદીના શંકાસ્પદ કૃત્યોનું સ્વીકાર કરતાં ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)ના અધિકારીનું કૉલ રેકોર્ડિંગ તેની છે.
જોનસન મેથ્યુ દ્વારા મહિલાને નોકરીએ રાખવામાં આવી હતી. પ્રથમ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે નોકરીમા રાખવામાં આવી હતી, પરંતુ કોઈ કારણ વિના તેને બટલર કમ પર્સનલ આસિસ્ટન્ટ બનાવવામાં આવી હતી. આ નોકરીમાં તેને મોદી સાથે મુસાફરી કરવાની જરૂર હતી. આવી પહેલી જ બિઝનેસ ટ્રીપ પર મોદીએ ટિપ્પણી કરી હતી કે તે કેવી રીતે શરમાળ છે અને ‘ફ્રી’ હોવી જોઈએ. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે પ્રવાસ દરમિયાન મોદી અન્ય ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે એકલા રૂમમાં હતા. ત્યારપછી મોદીની વાહિયાત હરકતો અને માંગણીઓ શરૂ થઈ ગઈ.તેને એક રૂમમાં બોલાવવામાં આવી હતી જ્યાં મોદી કથિત રીતે વાંધાજનક રીતે બેઠા હતા, અને વારંવાર શારીરિક ઉત્પીડન અને અશ્લીલતા તેના નિત્યક્રમનો એક ભાગ બની ગઈ હતી.
આ મહિલાએ આ તમામ ઘટનાઓનો પિટિશનમાં તારીખો અને સ્થળનો પણ ઉલ્લેખ કર્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે તેણે આ બધું સહન કરવું પડ્યું કારણ કે તે એક વિદેશી હતી અને તેને કડક રીતે કહેવામાં આવ્યું હતું કે તે પોતાનું રહેઠાણ ન છોડે.
અરજદાર યુવતીએ રાજય મહિલા આયોગ, જુદા જુદા પોલીસ મથક સહિતના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા અંગેની અરજીઓ આપી હતી અને સાથે સાથે કોર્ટમાં સોગંદનામા સાથે ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જો કે, આજદિન સુધી તેની અરજીઓ પરત્વે કંઇ પરિણામ નહી આવતાં તેણીએ આખરે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.