ગુજરાત પોલીસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને “વર્લ્ડ ટેરર કપ”માં ફેરવવાની ધમકી આપવા બદલ પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ FIR દાખલ કરી છે, એમ શુક્રવારે અધિકારીએ જણાવ્યું હતું.
અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં જણાવ્યું હતું કે વિદેશી નંબર પરથી પન્નુને પ્રિ-રેકોર્ડેડ વોઈસ મેસેજ દ્વારા દેશભરમાંથી લોકો ધમકી આપી છે. ઘણા લોકોને ફોન નંબર 447418343648 પરથી પ્રી-રેકોર્ડેડ ધમકીનો વોઈસ મેસેજ મળ્યો હતો.
પ્રી-રેકોર્ડ મેસેજમાં ધમકી અપાઈ છે કે 5 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત નહીં પરંતુ “વર્લ્ડ ટેરર કપ”ની શરૂઆત થશે. શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાની ઝંડાઓ સાથે અમદાવાદમાં તોફાન મચાવશે. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવા જઈ રહ્યા છીએ. અમે તમારી ગોળીઓ સામે મતપત્રનો ઉપયોગ કરીશુ. અમે તમારી હિંસા વિરુદ્ધ મતનો ઉપયોગ કરીશું. યાદ રાખો 5મી ઑક્ટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં હોય, તે વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશે… ગુરપતવંત સિંહ પન્નુનનો સંદેશ.”
ગુરપતવંત સિંહ પન્નુનને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. તે વિદેશમાંથી શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થા ચલાવે છે. 18 જૂનના રોજ પશ્ચિમી કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં સરેમાં ગુરુદ્વારાની બહાર આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલે છે ત્યારે આ ધમકી મળી છે.