ઈંગ્લેન્ડની કોમ્યુનિટી ફાર્મસીઓને ગઈકાલે વિશાળ સેવ અવર ફાર્મસીઝ ઝુંબેશના ભાગરૂપે 15 સાંસદો સાથેના PSNC-સંકલિત રાઉન્ડટેબલમાં પ્રતિનિધિત્વ સાથે મજબૂત સંસદીય સમર્થન પ્રાપ્ત થયું હતું. સેક્ટરના નેતાઓએ આ સમિટમાં હાજરી આપી હતી, જેની અધ્યક્ષતા સ્ટીફન હેમન્ડ, એમપી દ્વારા કરવામાં આવી હતી. આ સમીટમાં સેક્ટર સામેના ગંભીર પડકારો અંગે સાંસદોને માહિતી આપવામાં આવી હતી.
સમીટમાં જેનેટ મોરિસન (ચીફ એક્ઝિક્યુટિવ, PSNC), એન્ડ્રુ લેન, (ફાર્મસી માલિક અને ચેરમેન, NPA), ઈયાન સ્ટ્રેચન, (ફાર્મસી માલિક અને બોર્ડ સભ્ય, AIM) તથા સાંસદો સ્ટીફન હેમન્ડ, સેલી-એન હાર્ટ, પીટર ઑલ્ડોસ, એન્ના ફર્થ, તાઈવો ઓવાટેમી, બોબ સીલી, ડેરેક થોમસ, ડેવિડ રુટલી, લિલિયન ગ્રીનવુડ, ટ્યૂલિપ સિદ્દીક, હિલેરી બેન, સારાહ ઓલ્ની, ક્રિશ્ચિયન વેકફર્ડ, ડેઝી કૂપર (રીસર્ચર) અને વિક્ટોરિયા એટકિન્સ (રીસર્ચર) ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઈવેન્ટનું શીર્ષક ‘કોમ્યુનિટીસ ફાર્મસીસ રોલ ઇન ધ પ્રાયમરી કેર રીકવરી પ્લાન’ હતું.
રીકવરી પ્લાનની તાત્કાલિક જરૂર છે અને તે રોગચાળાની અસરમાંથી રીકવરી કરવામાં પ્રાયમરી કેરને મદદ કરવાના હેતુથી વિવિધ પગલાંનો સમાવેશ કરવા માટે સુયોજિત કરાઇ છે. PSNC સંપૂર્ણ ભંડોળ ધરાવતી રાષ્ટ્રીય ફાર્મસી ફર્સ્ટ સેવાનો સમાવેશ કરવાની યોજના માટે દબાણ કરી રહ્યું છે. કારણ કે સમુદાય ફાર્મસીઓમાં નોંધપાત્ર વધારાના ભંડોળ મેળવવા માટેની તે શ્રેષ્ઠ તક છે.
સંસદીય સમિટ દરમિયાન, સાંસદોએ કોમ્યુનીટી ફાર્મસીનો સામનો કરી રહેલા વર્તમાન ગંભીર પડકારોને પહોંચી વળવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે તે વિશે પૂછ્યું હતું. જેનેટ મોરિસન OBE એ ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર (DHSC) સાથે તેણી જે ચર્ચા કરી રહી છે તેની રૂપરેખા આપવા અને વધારાના ભંડોળની ખૂબ જ તાકીદની જરૂરિયાત પર ભાર આપવા સહિત વર્તમાન પરિસ્થિતિની ઝાંખી આપી હતી.
PSNC સભ્ય ફિન મેકકોલ સહિત હાજર રહેલા કોન્ટ્રાક્ટરોએ સાંસદોને જમીન પરની પરિસ્થિતિનો ખ્યાલ આપી ભાર મૂક્યો હતો કે સેક્ટર માટે સતત ઓછા ભંડોળની હવે દર્દીની સેવાઓ પર હાનિકારક અસર થઈ રહી છે.
PSNC ચીફ એક્ઝિક્યુટિવ, જેનેટ મોરિસન OBE એ કહ્યું હતું કે ‘’પરિસ્થિતિ ગંભીર છે અને ફાર્મસીઓને લાઇફલાઇનની જરૂર છે. હું આશા રાખું છું કે હાજરી આપનારા તમામ સાંસદો હવે સરકારને દર્દીઓ અને જનતા માટે દવાઓના સલામત અને વિશ્વસનીય ઍક્સેસને સુરક્ષિત કરવા માટે અમારી કોમ્યુનિટી ફાર્મસીઓમાં રોકાણ કરવા માટે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવા પ્રોત્સાહિત કરશે.”