કોવિડ-19 રોગચાળામાંથી બહાર આવી રહેલા યુકે અને દેશમાં હેલ્થ એન્ડ સોશ્યલ કેર લેન્ડસ્કેપમાં મૂળભૂત ફેરફાર થઇ રહ્યો છે ત્યારે કોમ્યુનિટી ફાર્માસીની ભૂમિકા મહત્વની થઇ રહી છે. જો કે, આ ક્ષેત્ર તીવ્ર દબાણ હેઠળ છે અને તે ક્ષેત્રને મજબૂત કરવા માટે નવી વ્યૂહરચનાની જરૂર છે એમ બ્રેકિંગ બેરિયર્સ ઇનોવેશન્સના કોમ્યુનિટી ફાર્મસી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
ડો. જોન બેશફોર્ડ, જ્યોર્જ ઇવાન્સ-જોન્સ અને નિકોલસ વેરાન દ્વારા લખવામાં આવેલા આ અહેવાલમાં માત્ર કોમ્યુનિટી ફાર્મસીની ભૂમિકા અને તેના પડકારોની જ ચર્ચા કરવામાં આવી નથી, પણ તે માટે જરૂરી પગલાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, “હવે નવી વ્યૂહરચના અથવા દ્રષ્ટિકોણનો સમય નથી, આ કાર્ય કરવાનો સમય છે. હિતાવહ છે કે સરકાર, NHS ઇંગ્લેન્ડ અને NHS ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ ઇન્ટિગ્રેટેડ કેર સિસ્ટમ્સ (ICSs) સંયુક્તપણે કોમ્યુનિટી ફાર્મસીના માળખાકીય પ્લેસમેન્ટને સંબોધવા માટે કોમ્યુનિટી ફાર્મસી નેતાઓ સાથે કામ કરે.”
આરોગ્યની અસમાનતાઓને ઘટાડવા માટે વર્તમાન નીતિના એજન્ડાને પાર પાડવામાં આ ક્ષેત્ર માટે આ એક યોગ્ય સમય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા વર્ષમાં ICSs માટે કેટલીક ટોચની પ્રાથમિકતાઓ પૂરી પાડવા માટે કોમ્યુનિટી ફાર્મસી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમાં NHS કોવિડ રસીકરણ કાર્યક્રમ, કોવિડ-19ના દર્દીઓની જરૂરિયાતો પૂરી કરવી, પ્રાયમરી કેરની ક્ષમતા વધારવી, આરોગ્યની અસમાનતાઓને દૂર કરવા સહિત સેવા પરિવર્તનનો સમેવાશ થાય છે.
સરકારે વર્ષ 2021-22 માટે કોમ્યુનિટી ફાર્મસી માટે £2.592 બિલિયનનું ભંડોળ યથાવત રાખ્યું છે, 38 ટકાથી વધુ નેટવર્ક નાણાકીય ખાધનો સામનો કરે છે અને અડધાથી વધુ (52 ટકા) કોન્ટ્રાક્ટરો બિઝનેસ વેચવાની યોજના ધરાવે છે. નેટવર્કની નાણાકીય ખાધ £497 મિલિયન જેટલી ઉંચી હોવાનો અંદાજ છે.
રોગચાળાને કારણે કોમ્યુનિટી ફાર્મસીઓ પર વધારાનો નાણાકીય બોજ પણ સરકારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ઓલ-પાર્ટી ફાર્મસી ગ્રુપે તાજેતરમાં સરકારને તેની પ્રતિબદ્ધતાનું સન્માન કરવા હાકલ કરી છે કે એનએચએસને રોગચાળાનો સામનો કરવા માટે જરૂરી તમામ ભંડોળ પ્રાપ્ત થાય છે તેમાં કોમ્યુનિટી ફાર્મસીઓનો સમાવેશ થવો જોઈએ.
રિપોર્ટમાં પૂરતો સ્ટાફ પણ આ ક્ષેત્ર માટે એક પડકાર હોવાનું જણાવાયું છે.