સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર, મેટ હેનકોકે તા. 16ના રોજ લંડનમાં આવેલી માર્કેટ કેમિસ્ટ – કમ્યુનિટિ ફાર્મસીની મુલાકાત લઇ કોવિડ-19 રોગચાળા કોમ્યુનિટી ફાર્મસીઓમાં કામ કરતા તમામ લોકો, ફાર્મીસીસ્ટ્સ અને વિશાળ ક્ષેત્રનો રોગચાળા દરમિયાન સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટેના તેમના સતત પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઇન્ડીપેન્ડન્ટ કોમ્યુનિટી ફાર્મસીના કોન્ટ્રાક્ટર અને માર્કેટ કેમિસ્ટના શિરાઝ મોહમ્મદે તેમની ફાર્મસીએ કેવી રીતે રોગચાળા દરમિયાન સ્થાનિક સમુદાયને મદદ કરી હતી, દર્દીઓની જરૂરી દવાઓ કઇ રીતે પહોંચાડી હતી, ઇલેક્ટ્રોનિક રિપીટ ડિસ્પેન્સિંગ જેવી સેવાઓ અને વધતી જતી માંગને પહોંચી વળવા કામ કરવાની નવી રીતો શોધી હતી તે વિષે મેટ હેનકોકને મીહિતી આપી હતી.
નેશનલ ફાર્મસી એસોસિએશનના અધ્યક્ષ, એન્ડ્ર્યુ લેને પણ આ મુલાકાતમાં હાજરી આપી હતી અને હેનકોકને કોમ્યુનિટી ફાર્મસી પર COVID-19 રોગચાળાના વ્યાપક પ્રભાવ વિશે જણાવ્યું હતું.
મેટ હેનકોકએ કહ્યું હતું કે “ફાર્માસિસ્ટ્સ આ રોગચાળા દ્વારા લોકોને ટેકો આપવામાં મોખરે રહ્યા છે. પરંપરાગત ફેસ-ટુ-ફેસ સેવાઓ ખરેખર મહત્વની છે. ટેક્નોલોજી અને નવીનતા સાથે મળીને ફાર્મસીઓએ સમુદાયોની સેવા ચાલુ રાખીને કેન્દ્રમાં રહ્યા છે. આમ કરીને તેમણે લોકોને સલામત અને સારી રીતે રાખ્યા છે.”