મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂ.૨૦.૨૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂ.૭૦.૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના ૬૮ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ કુલ રૂ.૯૪.૫૬ કરોડના ૭૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમે જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ, એ વિકાસ કામોનું અમે જ લોકાર્પણ કરીએ છીએ, એવી કાર્યસંસ્કૃતિ અમે વિકાસાવી છે.
કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, કઠલાલ અને કપડવંજ તાલુકામાં એક સમયે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ હતી. મુખ્યપ્રધાને આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારના તળાવો ભરવા માત્ર રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરી છે.જેથી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.