Amber warning in Scotland: More than 100 school-nurseries closed
પ્રતિક તસવીર (REUTERS/Russell Cheyne)

કોવિડ રોગચાળો અને તેને પગલે આવેલા લોકડાઉનથી ભરેલા ત્રણ વર્ષો બાદ ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ઘણા લંડનવાસીઓ વ્હાઇટ ક્રિસમસની આશા રાખે તે સ્વાભાવિક છે. બીબીસી વેધરના અહેવાલો મુજબ આવતા અઠવાડિયે લંડન સ્નો અને સ્લીટનો સામનો કરશે તેવી આગાહી કરાઇ રહી છે. જોકે તેની હદ વિશે હજુ પણ “અનિશ્ચિતતા” છે.

બીજી તરફ મેટ ઑફિસે ચેતવણી આપી છે કે આ અઠવાડિયે યુકેમાં તીવ્ર ઠંડીનું હવામાન રહેશે અને કેટલાક સ્થળોએ રાતોરાત તાપમાન -6C (21F) સુધી ઘટશે. નોર્ધર્ન સ્કોટલેન્ડમાં બરફ પડવાની સંભાવના છે, જો કે એટલી ઠંડી પડશે કે દેશમાં ગમે ત્યાં સ્નો પડવાની શક્યતા છે. ફ્રોસ્ટ અને બરફની પણ અપેક્ષા રાખી શકાય છે.

એનર્જીના ભાવ વધ્યા હોવા છતાં લોકોને ઘર ગરમ રાખવા તેમના હીટિંગનો ઉપયોગ કરવા અને ખાસ કરીને સંવેદનશીલ લોકોનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન લિવિંગ રૂમમાં 21 સેલ્સીયસ  અને બેડરૂમમાં 18 સેલ્સીયસ સુધીનું તાપમાન જરૂરી છે તેમ જણાવ્યું છે. પરંતુ અભ્યાસમાં જણાવાયું છે કે વઘતા ગેસ અને વીજળીના ભાવોને કારણે લોકોને ઘર ગરમ કરવાનું પરવડશે નહીં તો લોકોએ માત્ર 10C તાપમાનમાં જીવવું પડશે. એજ યુકેના પ્રવક્તા સોફી બેરેટે લોકોને હીટિંગ ચાલુ રાખવા અને ઘરમાં પૂરતી ગરમી રહે તે માટે ખાતરી કરવા વિનંતી કરી હતી.

બીબીસીના હવામાનશાસ્ત્રીના જણાવ્યા મુજબ શુક્રવારે લંડન વેરિયેબલ ક્લાઉડથી કવર રહેશે. સુરજના તડકા છાંયડા અને હળવા પવનો સાથે મહત્તમ તાપમાન 2C –  સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન -2C સેલ્સીયસ રહેશે. શનિવાર, 10 ડિસેમ્બરે તડકા છાંયડા અને હળવા પવનો સાથે મહત્તમ તાપમાન 3C – સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન -1C – સેલ્સીયસ રહેશે.

રવિવાર, 11 ડિસેમ્બરે આછા વાદળો અને હળવા પવન સાથે મહત્તમ તાપમાન 3C –  સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન -1C – સેલ્સીયસ રહેશે. સોમવાર, 12 ડિસેમ્બરે હળવા વાદળો અને હળવા પવનો સાથે મહત્તમ તાપમાન 3C સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન રહેશે. મંગળવાર, 23 ડિસેમ્બરે ધીમા વરસાદ અને હળવા પવનની લહેર સાથે મહત્તમ તાપમાન 5C – સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન 2C – સેલ્સીયસ રહેશે.

હેલ્થ કેર પ્રોવાઈડર્સે ઈંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં આગામી બુધવારથી તા. 12 ડિસેમ્બર સોમવારની સવાર સુધી લેવલ થ્રી કોલ્ડ વેધર એલર્ટની આગાહી કરી છે. બીબીસી વેધરના સાઇમન કિંગે જણાવ્યું હતું કે, મંગળવારની રાતથી અને બાકીના અઠવાડિયા માટે, આર્કટિકમાંથી આવતો ઉત્તર તરફનો પવન વિસતારોને વધુ ઠંડા બનાવશે, જેમાં દેશભરમાં તાપમાન 1C થી 4C સુધીનું રહેશે. વિકેન્ડમાં -2C થી -6C સુધી તાપમાન ઠંડું જશે. કેટલાક સ્થળે રાત્રે ફ્રોસ્ટ પડી શકે છે.

LEAVE A REPLY