પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોકા-કોલા ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તે ‘ઓનેસ્ટ ટી’ના લોન્ચ સાથે રેડી-ટુ-ડ્રિંક ટી બેવરેજીસ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ બ્રાન્ડ કોકા-કોલા કંપનીની પેટાકંપની હોનેસ્ટની માલિકીની છે.

કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોડક્ટ માટે ઓર્ગેનિક ગ્રીન ટી કોલકાતા સ્થિત લક્ષ્મી ટી કો પ્રાઈવેટ લિમિટેડના મકાઈબારી ટી એસ્ટેટમાંથી મેળવવામાં આવશે. કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) ની સાતમી આવૃત્તિમાં બંને કંપનીઓ વચ્ચે આ સંબંધમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ લોન્ચ પાછળનો વિચાર ગ્રાહકોને પીણાના વ્યાપક વિકલ્પો પ્રદાન કરવાનો હતો. આઈસ્ડ ગ્રીન ટી લેમન-તુલસી અને મેન્ગો વેરિઅન્ટમાં આવશે.

LEAVE A REPLY