લાંબા સમયથી રાહ જોઇ રહેલા લોર્ડ કરણ બિલિમોરિયાના લેણદારો આનંદમાં છે કેમ કે તેમને કોબ્રા બીયરના બિઝનેસમાંથી ગયા વર્ષે £2.3 મિલિયનનું ડિવિડન્ડ મળ્યું છે. જે રકમ તેમના લેણદારોને મળી શકે તેમ છે.
સીબીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ લોબી ગ્રૂપના પૂર્વ પ્રમુખ લોર્ડ બિલિમોરિયાએ 1989માં કોબ્રાની સ્થાપના કરી હતી. જો કે કંપની 2009માં પડી ભાંગી હતી, જેનાથી 340 લેણદારોના ખિસ્સામાંથી £70 મિલિયનથી વધુની રકમ નીકળી ગઈ હતી. વિવાદાસ્પદ પ્રી-પેક એડમિનિસ્ટ્રેશન દ્વારા કોબ્રા બિઝનેસને બચાવવા માટે બિલિમોરિયાએ અમેરિકન બ્રૂઅર મોલ્સન કૂર્સ સાથે જોડાણ કર્યું. આગામી ડિવિડન્ડની ચૂકવણી લેણદારોને આપવાનું વચન આપવા બદલ તેમની પ્રશંસા થઇ રહી છે. લોર્ડ બિલિમોરિયા કોબ્રા બીયર પાર્ટનરશીપના ચેરમેન છે અને તેમની પાસે 49.9 ટકા હિસ્સો છે.