- લૌરેન કૉડલિંગ દ્વારા
પાકિસ્તાની લોકોની નોંધપાત્ર વસ્તી ધરાવતા મતદારક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા સાત ટોરી સાંસદોએ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ કાશ્મીર (સીએફકે)નું ફરીથી લોકાર્પણ કરાતા જાણીતા કન્ઝર્વેટિવ પીઅર લોર્ડ રેમી રેન્જરે તેની નિંદા કરતાં જણાવ્યું છે કે તેનાથી ભારત-યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને “અતિશય નુકસાન” થઈ શકે છે. તેમણે આ જૂથ માટે જવાબદાર સાંસદોને “સ્વાર્થી” ગણાવ્યા હતા. ટોરી પીઅર લોર્ડ રમી રેન્જર અને એમપી બોબ બ્લેકમેન તેના વિવેચકો તરીકે સામેલ થયા છે અને તેમણે ચેતવણી આપી છે કે “ભારતની આંતરિક બાબતે જોખમ ભર્યું છે”
બરી નોર્થના સાસંદ જેમ્સ ડેલી અને પીટરબરોના સાંસદ પોલ બ્રિસ્ટો આ જૂથના સહ-અધ્યક્ષ છે અને અન્ય એમપીઓ ક્રિશ્ચિયન વેકફોર્ડ (બરી સાઉથ), રોબી મૂર (કેઇલી) અને માર્કો લોન્ગી (ડડલી નોર્થ)એ તેને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
લોર્ડ રેન્જરે સોમવારે (તા. 19) ગરવી ગુજરાતને કહ્યું હતું કે “તેઓ 1.3 બિલીયન લોકોની સૌથી મોટી લોકશાહીનું અપમાન કરે છે અને દાવો કર્યો હતો કે તેઓ તેમના દેશને કેવી રીતે ચલાવવો તે જાણતા નથી અથવા તો તેઓ માનવાધિકારનો દુરૂપયોગ કરી રહ્યા છે. બંને મહાન (વિશ્વ) યુદ્ધોમાં, એક મિલિયનથી વધુ ભારતીય સૈનિકો કિંગ અને સામ્રાજ્યનો બચાવ કરવા માટે આવ્યા હતા, હવે તેનો બદલો વાળવાના બદલે પીઠમાં છરી મારી દેવું ચૂકવવાની આ રીત નથી.”
લોર્ડ રેન્જર માને છે કે જૂથને ટેકો આપનારા કેટલાક રાજકારણીઓનો પોતાનો એજન્ડા છે. તેમણે કહ્યું હતું કે ‘’સાંસદો પાસે તેમના મત વિસ્તારમાં ભારતીય મતદારો કરતાં કાશ્મીરીઓ વધુ છે. તેઓ અન્ય સાથીદારોને નુકસાન પહોંચાડીને પોતાના સ્વાર્થ માટે કશ્મીરીઓને ખુશ કરી રહ્યાં છે. તેઓને કોઈ પરવા નથી.”
‘’શું તેઓ માને છે કે આ જૂથ કન્ઝર્વેટિવ્સ અને યુકેના મતદારો વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે’’ તેવા પ્રશ્નના જવાબમાં લોર્ડ રેન્જરએ સ્વીકાર્યું હતું કે તેનાથી “ભારે નુકસાન” થઈ શકે છે.
નોંધપાત્ર એશિયન વસ્તી ધરાવતા હેરો ઇસ્ટના ટોરી એમપી બૉબ બ્લેકમેન પણ સંમત થયા હતા કે તેમને પણ સીએફકે વિશે ચિંતા છે. તેમણે ચેતવણી આપી હતી કે તેની રચનાથી કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ પાકિસ્તાન વચ્ચે તનાવ પેદા થઈ શકે છે, યુકે અને એશિયન પડોશીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવેલી આ બંને સંસ્થાઓ કાશ્મીર પર દાવો કરે છે.
બ્લેકમેને ગરવી ગુજરાતને કહ્યું હતું કે “તેઓ હજી સુધી કોઈ નોંધપાત્ર સંઘર્ષ વિના સહ અસ્તિત્વ ધરાવે છે. તે સરકાર અને પક્ષની નીતિ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રાદેશિક અથવા સરહદી વિવાદ એક કડક દ્વિપક્ષીય બાબત છે.”
બ્લેકમેને પુષ્ટિ આપી હતી કે તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના સહ-અધ્યક્ષ – બેન્જામિન ઇલિયટ અને અમાન્ડા મિલિંગને પત્ર લખી સીએફકેને પાર્ટી દ્વારા માન્યતા ન આપવા વિનંતી કરી હતી.
કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન બંને દ્વારા દાવો કરવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે, આર્ટિકલ 370 હેઠળના કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરી દીધો હતો, જેને પગલે યુકેમાં કેટલાક ડાયસ્પોરા જૂથો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા હતા અને તા. 15 ઑગસ્ટના રોજ, ભારતીય સ્વતંત્રતા દિવસે લંડનમાં ભારતીય હાઈકમિશનની સામે યોજાયેલું એક પ્રદર્શન હિંસક બન્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં, કેટલાક અપ્રમાણિત અહેવાલોએ દાવો કર્યો હતો કે 80થી વધુ ભારતીય સંગઠનોએ પાર્ટીના વડામથક, વડા પ્રધાન બોરીસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને વિરોધ કરતો પત્ર લખ્યો હતો. ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ યુકે દ્વારા સહી કરાયેલા એક પત્રમાં, અન્ય લોકોએ જણાવ્યું હતું કે સીએફકે અને તેના ઉદ્દેશો નકારાત્મક લાગે છે અને તેને ભારતીય સાર્વભૌમ ક્ષેત્રના મામલામાં સીધા હસ્તક્ષેપ તરીકે જોવામાં આવે છે. પાર્ટીના સહ અધ્યક્ષોને આ યુનિટને “તુરંત વિખેરી નાખવા” વિનંતી કરી હતી.
ગરવી ગુજરાતે પીટરબરો સ્થિત સીએફકેના સહ અધ્યક્ષ અને ટૉરી સાંસદ પૉલ બ્રિસ્ટોનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો ન હતો. જૂથના સભ્ય અને સાંસદ સ્ટીવ બેકરે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે તેઓ ટિપ્પણી કરવા માંગતા નથી. કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ સોમવારે ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’સીએફકે કોઈ સત્તાવાર અથવા સંલગ્ન ટોરી જૂથ નથી.’’
તેના ફેસબુક પેજ પર, સીએફકેએ જણાવ્યું હતું કે તેમણે કન્ઝર્વેટિવ પાર્ટી સાથે “સત્તાવાર રીતે જોડાયેલા” ન રહેવાની માંગ કરી છે. કન્ઝર્વેટિવ પરિવારના બીજા ઘણા લોકોની જેમ, અમે પણ નીતિની પ્રશંસા અને ટીકા કરવામાં સમર્થ થવા માંગીએ છીએ. પરંતુ, મોટા ભાગના લોકો બતાવવા માંગીએ છીએ યુકેના કાશ્મીરી ડાયસ્પોરા માટે પાર્ટીના દ્વાર ખુલ્લા છે.’’
ડિસેમ્બર 2019માં યુકેની સામાન્ય ચૂંટણી દરમિયાન, કેટલાક બ્રિટિશ ભારતીય જૂથોએ કાશ્મીર અંગે લેબર પાર્ટીના વલણ બાદ ભારતીયોને કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપવાની વિનંતી કરી હતી. લેબરની તેની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ભારતની ટીકા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીનને યુ.કે. અને ભારતમાં આ પ્રસ્તાવ અંગે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં “માનવતાવાદની મોટી કટોકટી ઉભી થઈ રહી છે.
કોર્બીનના અનુગામી સર કીર સ્ટાર્મરે ત્યારથી પોતાને આ બાબતથી દૂર કરી કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન બંને દ્વારા કોઈ પણ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવે