પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મુખ્યપ્રધાન કાર્યાલયમાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો કર્યો હતો. મુખ્યપ્રધાન કાર્યાલયના વધુ આઠ કર્મચારીઓ મંગળવારે કોરોનાથી સંક્રમિત થયા હતા. બે દિવસમાં કુલ 19 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા અને તેનાથી તંત્ર દોડતુ થયું થયું હતું.

31મી ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશનની ટીમની આઇઓસી સર્ટિફિકેશન માટે મુખ્યપ્રધાન કાર્યાલયની મુલાકાત બાદ શનિવારે મુખ્યપ્રધાન કાર્યાલયના ચોથા માળે બેસતાં સંયુક્ત સચિવ, નાયબ સચિવોની ચેમ્બરમાં ફરજ બજાવતાં સાત કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. રવિ-સોમવાર દરમિયાન વધુ ચાર કર્મચારીઓને કોરોના થયાનું નિદાન થયુ હતું.

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતાં તે પૈકી મંગળવારે વધુ આઠ કર્મચારીઓને કોરોના થયા હોવાનુ તબીબોએ જણાવ્યું હતું. આમ,મંગળવાર સુધીમાં મુખ્યપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતાં કુલ 19 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં.