ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાના મહાત આપી હતી. તેમનો કોરોના રિપોર્ટ રવિવારની સવારે નેગેટિવ આવ્યો હતો. રૂપાણીને 15 ફેબ્રુઆરીએ કોરોનાનું સંક્રમણ થયું હતું. આ પછી તેમણે અમદાવાદ ખાતેની યુએન મહેતા ઇન્સ્ટીટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરી એર એમ્બ્યુલન્સ મારફત રાજકોટ આવ્યા હતા અને વોર્ડ નં-10 રૈયા રોડ પર આવેલ અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્નિ અંજલીબેન રૂપાણી સાથે ફેસશીલ્ડ અને માસ્ક પહેરી મતદાન કર્યુ હતું.