(Photo by Sean Gallup/Getty Images)
પાકિસ્તાના પ્રથમ પરમાણુ પરીક્ષણની 26મી વર્ષગાંઠે શરીફે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને પાકિસ્તાનને પરમાણુ પરીક્ષણો કરવાથી રોકવા માટે 5 અબજ ડોલરની ઓફર કરી હતી, પરંતુ મેં તેનો ઇનકાર કર્યો હતો. જો ઈમરાન ખાન મારી સીટ પર હોત તો તેમણે ક્લિન્ટનની ઓફર સ્વીકારી લીધી હોત.
શરીફે પોતાને 2017માં પીએમ પદેથી કેવી રીતે દૂર કરાયા હતા તેનો પણ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારે ખોટા કેસ કર્યો હતો. તેમની સામેના તમામ કેસો ખોટા છે. તેમણે ઈમરાન ખાનને સત્તામાં લાવવા માટે 2017માં તેમની સરકારને ઉથલાવી પાડવામાં ભૂતપૂર્વ ISI ચીફ જનરલ ઝહિરુલ ઈસ્લામની ભૂમિકા વિશે પણ વાતચીત કરી હતી. ત્રણ વખતના વડાપ્રધાન શરીફ જણાવ્યું હતું કે 2014માં પણ જનરલ ઇસ્લામે  વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાનો મેસેજ આપ્યો હતો. મેં ના પાડી, ત્યારે તેમણે હું ઉદાહરણ બનું રહું તેવી સજા કરવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY