વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફિટનેસ પ્રભાવક અંકિત બયાનપુરિયાએ રવિવારે નવી દિલ્હીમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે 'સ્વચ્છતા માટે શ્રમદાન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (ANI Photo)

બે ઓક્ટોબર ગાંધી જયંતી પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વ હેઠળ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં દેશભરના લાખ્ખો લોકો જોડાયા હતા અને એક કલાકના શ્રમદાનમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા સાથે ફિટનેસ અને સુખાકારીને મિશ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. ખુદ વડાપ્રધાને હાથમાં ઝાડુ પકડીને ફિટનેસ ઇન્ફ્લુએન્સર અંકિત બૈયનપુરિયા સાથે આ અભિયાનમાં ભાગ લીધો હતો અને તેનો એક વીડિયો શેર કર્યો હતો.

મોદીની અપીલને પગલે રાજકીય નેતાઓથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ વર્ગના લોકોએ સફાઈ કરી હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મેગા અભિયાનમાં સમગ્ર દેશના 9.20 લાખથી સ્થળોને આવરી લેવાયા હતા. “મન કી બાત”ના તાજેતરના એપિસોડમાં મોદીએ 1 ઓક્ટોબરના રોજ તમામ નાગરિકોને સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાનની અપીલ કરી હતી અને તેને મહાત્મા ગાંધીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ  તેમને”સ્વચ્છાંજલિ” ગણાવી હતી.

રાજનાથ સિંહ, અમિત શાહ, આર કે સિંહ, પીયૂષ ગોયલ અને હરદીપ સિંહ પુરી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ મેગા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. એનજીઓ, માર્કેટ એસોસિએશનો, સ્વ-સહાય જૂથો, ધાર્મિક સંગઠનો, વેપાર સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ 22,000થી વધુ બજારો, 10,000 જળાશયો, 7,000 બસ સ્ટેન્ડ, 1,000 ગૌશાળાઓ, 300 ઝુમાં શ્રમદાન” કર્યું હતું.

LEAVE A REPLY