અગ્રણી ટ્રાવેલ એજન્સી સિટીબોન્ડ ટ્રાવેલે તેના સુવર્ણ જયંતિની અવિસ્મરણીય ઉજવણીનું આયોજન લેસ્ટરમાં મિસ્ટિક બેન્ક્વેટિંગ સ્યુટ ખાતે કર્યું હતું, લેસ્ટર શાખાના નિશા ગણાત્રા અને અનિલ ભાગી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લેસ્ટરના લોર્ડ મેયર ભૂપેન દવે , કાઉન્સિલર દેવીસિંહ પટેલ, સંજય મોઢવાડિયા અને નાગાર્જુન અગઘ સહિત 300થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણીમાં ફ્લાઈટ્સ અને હોલિડેઝથી લઈને ગ્રુપ ટૂર્સ, કોર્પોરેટ ટ્રાવેલ અને ક્રૂઝ સુધીના સિટીબોન્ડ ટ્રાવેલના વિવિધ વિભાગોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા લાઇવ મ્યુઝિક, ડાન્સ અનો ફૂડનો સૌએ આનંદ માણ્યો હતો.

બ્રાન્ચ મેનેજર નિશા ગણાત્રાએ જણાવ્યું હતું કે, “અમને છેલ્લા પાંચ દાયકાની અમારી સફર પર ખૂબ જ ગર્વ છે.”

મેનેજર અનિલ ભાગીએ કહ્યું હતું કે “અમારી સફળતા વિશ્વાસ, વ્યક્તિગત સેવા અને મુસાફરી માટેના જુસ્સા પર આધારિત છે, અમને અમારી પિલગ્રિમેજ ટૂર્સ અને વિવિધ ક્રૂઝ માટે આટલી બધી પૂછપરછ જોઇને ખૂબ આનંદ થયો છે.”

સિટીબોન્ડ ટ્રાવેલના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ મહેતાએ કહ્યું હતું કે “સિટીબોન્ડ ટ્રાવેલના પચાસ વર્ષની ઉજવણી, શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ”

1974માં સ્થપાયેલી સિટીબોન્ડ ટ્રાવેલ ટ્રાવેલ ઉદ્યોગમાં વિશ્વસનીય નામ છે. સિટીબોન્ડ ટ્રાવેલ ફ્લાઇટનું બુકિંગ, સમગ્ર વિશ્વમાં ટેઇલર મેઇડ હોલીડેઝ, ગૃપ પ્રવાસ, યાત્રાધામ પ્રવાસો અને અવિસ્મરણીય ક્રૂઝનું આયોજન કરે છે. વધુ માહિતી માટે જુઓ www.citibond.co.uk

LEAVE A REPLY