ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની સ્મૃતિમાં રચાયેલી એક ચેરિટી વિન્સ્ટન ચર્ચિલ મેમોરિયલ ટ્રસ્ટે તેની વેબસાઇટ પરથી ખુદ વિન્સ્ટન ચર્ચિલની તસવીરો હટાવીને તેનું નામ બદલીને ચર્ચિલ ફેલોશિપ કરી નાંખતા ચેરીટીને લોકોના ભારે વિરોધનો સામનો કરવા પડ્યો હતો. જોકે ચેરિટીએ પાછળથી તેમનો ફોટોગ્રાફ ફરીથી મૂકવો પડ્યો હતો જો કે તેમણે નામમાં કરેલો ફેરફાર યથાવત રહેશે એમ જણાવ્યું હતું.
આ મુદ્દામાં વજન ઉમેરતા, વડા પ્રધાનના પ્રવક્તાએ ગુરૂવારે (તા. 9) ટ્રસ્ટને આ અંગે પુનર્વિચારણા કરવા વિનંતી કરતાં જણાવ્યું હતું કે “આ દેશ માટે તેમણે આપેલી સેવાઓ અને તેમની વિશાળ સિદ્ધિઓને એરબ્રશ કરવું તે સંપૂર્ણપણે વાહિયાત, ગેરમાર્ગે દોરેતું અને ખોટું છે. ટ્રસ્ટે આ અંગે ફરીથી વિચારવું જોઈએ.”
ટ્રસ્ટે કહ્યું હતું કે ‘’અમે માનીએ છીએ કે જૂનું નામ ‘ગૂંચવણભર્યું’ હતું અને આ ફેરફાર બ્રિટનના શાહી ઇતિહાસમાં તેમની ભૂમિકા અથવા તેને ‘અસ્વીકાર’ કરવાના પ્રયાસ સાથે જોડાયેલ નથી.’’ રિપોર્ટ અનુસાર, ટ્રસ્ટીઓ ચેરીટીનું નામ ચર્ચિલ ફેલોશિપમાં બદલવા સંમત થયા હતા.
ચર્ચિલના પૌત્ર નિકોલસ સોએમ્સે ચેરિટીને ટેકો આપતાં કહ્યું હતું કે “ચર્ચિલ ફેલોશિપ દ્વારા કરવામાં આવેલા અદ્ભુત કાર્યને ચર્ચિલ પરિવાર સંપૂર્ણ અને અનિશ્ચિતપણે ટેકો આપે છે. તેનો રેકોર્ડ પોતાના માટે બોલે છે. ”
ટોરીના પૂર્વ નેતા ઇયાન ડંકન સ્મિથે આ કાર્યવાહીને હાસ્યાસ્પદ ગણાવી હતી. ડાબેરી કાર્યકર્તાઓ વર્ષોથી ચર્ચિલ પર બંદૂક તાકે છે અને તેમના પર જાતિવાદનો આરોપ લગાવે છે. , બ્રિટનના વસાહતી ભૂતકાળ સાથેની તેમની કડીઓ હોવાનો આક્ષેપ કરે છે અને તેમની તુલના એડોલ્ફ હિટલર સાથે પણ કરી છે. લંડનમાં BLM વિરોધ દરમિયાન પાર્લામેન્ટ સ્ક્વેરમાં આવેલી તેમની પ્રતિમાને પણ ખંડિત કરવામાં આવી હતી.
શૈક્ષણિક સંશોધન માટે ભંડોળ આપતી આ ચેરિટીના અધ્યક્ષ સર વિન્સ્ટનના પોતાના પૌત્ર જેરેમી સોએમ્સ છે.