ટેસ્કોના ગ્રોસરીના ઓનલાઈન વેચાણમાં 8%નો વધારો થવા સાથે ટેસ્કોના ક્રિસમસ દરમિયાન વિવિધ વેચાણમાં વધારો થયો છે અને મોટા સ્ટોર્સની લોકપ્રિયતા પરત આવી છે. ટેસ્કોના ફાઇનેસ્ટ રેન્જના ઉત્પાદનોના વેચાણમાં 14% જેટલો વધારો થયો હતો.
યુકેના સૌથી મોટા સુપરમાર્કેટે જણાવ્યું હતું કે, છ વર્ષના ક્રિસમસ ટ્રેડિંગના સમયગાળાની તુલનામાં ક્રિસમસના 6 સપ્તાહના ગાળામાં વેચાણ 8.1% વધ્યું છે. જે 28 નવેમ્બર સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં વધેલા વેચાણથી પણ 6.7% વધારે હતું.
ટેસ્કોના ચીફ એક્ઝિક્યુટિવ કેન મર્ફીએ આ પ્રદર્શનને “માર્કેટ-લીડર” ગણાવ્યું હતું. ગ્રાહકોએ રિટેલરની “સરળ, મહાન મૂલ્યની ઑફર અને સલામતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું” હોવાથી આ ફાયદો થયો હતો. કંપનીએ ક્રિસમસમાં 400 મિલિયનથી વધારે વસ્તુઓ ધરાવતા 7 મિલિયનથી વધુ ઓર્ડર રવાના કર્યા હતા. લોકો તેમનું કરિયાણું ખરીદવા માટે વેબ તરફ વળ્યા હોવાથી 19 સપ્તાહમાં ઑનલાઇન વેચાણમાં 80%થી વધુનો ઉછાળો આવ્યો છે. જે લગભગ £1 બિલીયનના વધારાના વેચાણની બરાબર છે. ટેસ્કોના મોટા સ્ટોર્સના વેચાણમાં પણ જોરદાર વૃદ્ધિ થઈ હતી. તેમજ પ્લાન્ટ બેઝ્ડ ઉત્પાદનોની માંગમાં પણ જોરદાર વધારો થયો છે અને તેનું વેચાણ 90% કરતા વધારે છે. રમકડા, ઘરગથ્થુ અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓનું વેચાણ પણ 4% વધ્યું હતું. ગ્રાહકોએ સ્ટોર્સમાંથી કરિયાણાની ખરીદીકરવા £11.7 બિલિયન ખર્ચ કર્યા હતા.