“જો હું કોઈકને કોરોનાવાયરસના નિયમો અને કાયદાઓનો ભંગ કરતા જોઇશ, તો હું તે વિશે પોલીસને જાણ કરીશ. જે કોઈ પણ વ્યક્તિ કોઈ કાયદો તૂટેલો જુએ તો તેણે પોલીસનું ધ્યાન દોરવું જોઇએ. અમે ક્રિસમસ પર્વે લોકોને ગુનેગાર બનાવવા માટે નથી આવ્યા, તેથી જ ક્રિસમસ પર્વ પ્રસંગે ત્રણ ઘરના લોકોને પાંચ દિવસના સમયગાળા દરમિયાન હળવા-મળવા દેવાનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે” એમ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું.
શ્રીમતી પટેલે બીબીસી બ્રેકફાસ્ટ શોમાં જણાવ્યું હતું કે, “બ્રિટીશ જનતા ખરેખર અવિશ્વસનીય રહી છે અને તેઓ માર્ગદર્શન અને કાયદાઓનું પાલન કરી સામાજિક અંતર જાળવે છે. અમે આખા વર્ષ દરમિયાન કોરોનાવાયરસ કાયદાનો ભંગ થતો જોયો છે અને પોલીસ લોકોને ભંગ કરતા રોકવા માટે પગલા લે છે. પોલીસ કાયદા અને માર્ગદર્શનમાં પરિવર્તનને અપનાવવા તેમજ રોગચાળા દરમિયાન લોકોને શિક્ષિત કરવામાં “અપવાદરૂપ” રહી છે. કેટલાક લોકો ઘરે પાર્ટીઓ કરે છે, લાઇસન્સ વિના મ્યુઝિક ઇવેન્ટ્સ કરી ભયંકર ભંગ કરી રહ્યા છે તેઓ સ્પષ્ટપણે જાહેર આરોગ્યને જોખમમાં મૂકે છે.”
શ્રીમતી પટેલે જણાવ્યું હતું કે, “આપણે હાઉસ બબલ્સ વિશે સ્પષ્ટ છીએ. ક્રિસમસના સમયગાળા દરમિયાન, લોકો તેમના ચુકાદાનો ઉપયોગ કરશે અને યોગ્ય રીતે વર્તાવ કરશે કારણ કે તેઓ એકબીજાને સુરક્ષિત રાખવા માંગે છે.”