ક્રિસ્ટીઝ દ્વારા સૌથી મોટા અને સૌથી મૂલ્યવાન ખાનગી જ્વેલરી કલેક્શનની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેઢીના માસ્ટર્સ દ્વારા 700 થી વધુ આઇકોનિક ઝવેરાત જેમ કે બોવીન, બલ્ગારી, કાર્ટિયર, કોચેર્ટ, ટિફની, હેરી વિન્સટન, વેન ક્લીફ અને આર્પેલ્સની હરાજી કરાશે. એસ્ટેટની તમામ કમાણીનો નફો શ્રીમતી હોર્ટનની ઇચ્છા મુજબ વાડુઝના હેઈદી હોર્ટન ફાઉન્ડેશનને આપવામાં આવશે.
સ્વ. શ્રીમતી હેઈદી હોર્ટેન (1941-2022)ના ઉત્કૃષ્ટ જ્વેલરી કલેક્શન થકી $150 મિલિયનથી વધુનું પ્રી-સેલ કરાશે તેવો અંદાજ છે. આ અપ્રતિમ ખાનગી જ્વેલરી કલેક્શન અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી મૂલ્યવાન કલેક્શન છે. આ એસ્ટેટની તમામ આવકથી મ્યુઝિયમને ટેકો આપવા માટે 2020 માં સ્થપાયેલ હેઇદી હોર્ટન ફાઉન્ડેશનને ફાયદો થશે.
ક્રિસ્ટીઝ જ્વેલરીના ઇન્ટરનેશનલ હેડ રાહુલ કડકિયાએ કહ્યું હતું કે હરાજીના કલેક્શનમાં હેરી વિન્સ્ટન દ્વારા અદભૂત 90 કેરેટ બ્રિઓલેટ ઓફ ઈન્ડિયા ડાયમંડ નેકલેસ, ત્રણ 11 કેરેટના સ્ટ્રાન્ડ નેચરલ પર્લ નેકલેસ (અંદાજિત US$7-10 મિલિયન), કાર્ટિયર દ્વારા 25 કેરેટની સનરાઈઝ રૂબી અને હીરાની વીંટીઓ (અંદાજિત US$15-20 મિલિયન), ડાયમંડ બ્રેસલેટ (અંદાજિત US$5-7 મિલિયન) વેચવામાં આવશે.
ક્રિસ્ટીઝ દ્વારા ઓનલાઇન વેચાણ બુધવાર 10 મેથી શરૂ થશે, ત્યારબાદ શુક્રવાર 12 મે 2023 ના રોજ બીજા ભાગમાં લાઇવ હરાજી થશે. પ્રથમ ઓનલાઈન વેચાણ 3 મેના રોજ ખુલશે, જે 15 મે સુધી ચાલશે. ત્યારબાદ નવેમ્બરમાં બીજું ઓનલાઈન વેચાણ શરૂ થશે.