Vintage fashion of choker necklace

ફિલ્મ ‘જોધા અકબર’માં ઐશ્વર્યા રાયના ગળામાં આખું ગળું ભરાઈ જાય એવા ટાઇટ નેકલેસ યાદ હશે. તાજેતરમાં સોનમ કપૂરે પણ કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પોલકી ડાયમન્ડનો ચોકર પહેર્યો હતો. આ પ્રકારના ચોકર કે હાંસડી સ્ટાઇલના નેકલેસ આજે પણ લગ્નપ્રસંગોમાં ટ્રેન્ડમાં છે. હવે તો ટ્રેડિશનલ જ્વેલરી હોય કે મોડર્ન એક્સેસરીઝ, ચોકર ફેવરિટ મસ્ટ હેવ બની ગયા છે. ભારતના જ નહીં, હવે તો કેટલાક ઇન્ટરનેશનલ ડિઝાઈનરો પણ ચોકર નેકલેસને વધુ હિટ બનાવી રહ્યા છે અને પરિણામે આ જ્વેલરીને આ વર્ષનો જ્વેલરી ટ્રેન્ડ બનાવી દેવામાં આવ્યો છે. બોલીવૂડમાં સોનમ કપૂર હોય કે પછી હોલીવૂડની ડિઝાઈનર વિક્ટોરિયા બેકહેમ, ચોકર નેકલેસ બધા જ પ્રિફર કરી રહ્યા છે.

ચોકર નેકલેસ આજકાલ ઘણો જ ફેશનમાં છે. જેને હેવી અને સિમ્પલ બંને તરફના ડ્રેસીસ સાથે પહેરી શકાય છે. જે સાંસ્કૃતિક અને સ્ટાઈલિશ બંને લૂક આપે છે.

આજકાલ જ્વેલરીની ફેશનમાં ચોકર બહુ પ્રચલિત ઈ રહ્યો છે. ચોકર નેકલેસ પહેલાંનાં પહેરતાં હતાં. એટલે ચોકર નેકલેસને તમે બીજી જ્વેલરીની જેમ વિન્ટેજ ફેશન કહી શકો. ચોકર નેકલેસની ફેશન હંમેશાં એવરગ્રીન છે, પણ હમણાં-હમણાં એ વધારે ફેશનમાં છે. ચોકર નેકલેસને હાંસડી પણ કહેવામાં આવે છે. કહે છે, બેઝિકલી નેકમાં પહેરવાની વસ્તુને ચોકર નેકલેસ કહેવાય. નેકલેસ અને ચોકર નેકલેસમાં એ જ ફરક છે કે નેકલેસ નેકની નીચે સુધી હોય, પણ ચોકર ગળાને એકદમ ટાઇટ પહેરવાનો હોય છે, જેના કારણે એ તમારા ગળા પર ફિટ બેસે છે. આજકાલ બ્રાઇડ ચોકર નેકલેસ અને નેકલેસ બન્ને સો પહેરી રહી છે. એી એનો લુક સૌી યુનિક લાગે. ચોકરના હેવી લુકને કારણે એને પ્રસંગોમાં વધારે પહેરવામાં આવે છે.

માત્ર લગ્ન જેવા મોટા પ્રસંગોમાં પહેરવામાં આવતા ચોકર નેકલેસ હવે પાર્ટી, રિસેપ્શન અને બીજા નોર્મલ ફંક્શનમાં પણ મહિલાઓની પહેલી પસંદ બની ગયો છે.

ચોકર નેકલેસમાં એક છે સ્મોલ ચોકર નેકલેસ, બીજો મીડિયમ ચોકર નેકલેસ અને ત્રીજો છે હેવી ચોકર નેકલેસ. સ્મોલ ચોકર નેકલેસ તમને એકદમ લાઇટ લુક આપે છે, જેને તમે પાર્ટીઓમાં કે પછી નાના ફંક્શનમાં અવા દૂરના પ્રસંગમાં પહેરી શકો છો.

મીડિયમ ચોકર નેકલેસ બહુ લાઇટ પણ નહીં અને બહુ હેવી પણ નહીં એવો ન્યુટ્રલ લુક આપે છે, જેને તમે તમારા નજીકના પ્રસંગોમાં પહેરી શકો છો. હેવી ચોકર નેકલેસ બહુ હેવી લુક આપે છે જે નોર્મલી દુલ્હન પહેરતી હોય છે.

સાડી અને ચણિયાચોળી સાથે ડાયમન્ડ કે પોલકીનો ચોકર નેકલેસ, જ્યારે વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પણ કોપર અને જેમસ્ટોન્સનો નેકલેસ લોકો પહેરવાનું પસંદ કરી રહ્યા છે. ચોકરની ડિઝાઈન સ્ટેરિટ અથવા ગોળાકાર હોઈ શકે અને એ ગળાના શેપ પ્રમાણે પસંદ કરી શકાય. એ સિવાય બ્લાઉઝ કે ડ્રેસની નેકલાઇન પણ ચોકરની પસંદગીમાં મોટો ભાગ ભજવે છે. ચોકર પહેરવો હોય ત્યારે નેકલાઈન બ્રોડ અને થોડી લો હોવી જરૂરી છે. જો નેકલેસની કિનારી નેકલાઈનને અડી જાય તો એવો નેકલેસ પહેરવાનો કોઈ અર્થ નથી. એટલે નેકલેસ અને ડ્રેસ વચ્ચે ઓછામાં ઓછો બેથી અઢી સેન્ટિમીટરનો ગેપ હોવો જરૂરી છે.

ફિટિંગ

ચોકર ગળા પર ફિટ બેસે એવો નેકલેસ હોવાથી એ પહેર્યા બાદ તમે કમ્ફર્ટેબલ ફીલ કરો એ પણ જરૂરી છે. ચોકર એટલો પણ ટાઈટ અને ભરાવદાર ન હોવો જોઈએ કે ગભરામણ થવા લાગે અને એટલો લૂઝ પણ ન હોવો જોઈએ કે લચી પડે. એ સિવાય ચોકરમાં ફક્ત આગળની સાઇડ જ નહીં, પણ આખા ગળા ફરતે પહોળાઈ એકસમાન હોય છે એટલે ગરદન હલાવવામાં કમ્ફર્ટ રહેવો જોઈએ.

ગરદન અને ચોકર

જો ખૂબ ટૂંકી ગરદન હોય તો ચોકર નેકલેસ પહેરવાનું ટાળવું કારણ કે એમાં ગરદન વધુ ટૂંકી લાગશે. જો કે પહેરવો જ હોય તો ચોકર સ્ટાઇલનો પણ થોડો પાતળો નેકલેસ પહેરી શકાય. એમાં જો વચ્ચે પેન્ડન્ટ હશે તો પણ સારું લાગશે. ચોકર અને હાંસળી જેવા નેકલેસ લાંબી ગરદન માટે બનેલા છે. એ લાંબી ગરદનને સુંદર લુક આપે છે અને શોભે પણ છે.

ફક્ત ચોકર

ચોકર પહેરો ત્યારે ગળામાં બીજો કોઈ લાંબો નેકલેસ પહેરવાનું ટાળો, તમારા લગ્ન હોય તો પણ કારણ કે ચોકર જેવા ભરાવદાર નેકલેસનો ચાર્મ ત્યારે જ ઊઠીને દેખાય છે જ્યારે એને એકલો પહેરવામાં આવે. જો લાંબો નેકલેસ પહેરવો હોય તો ચોકરની પહોળાઈ ખૂબ ઓછી રાકવી. એ સિવાય ચોકર સાથે ઈયરરિંગ્સ લટકણિયાં નહીં પણ સ્ટડ સ્ટાઇલનાં હોવાં જોઈએ જેથી જ્વેલરીનો લુક ગોડી ન લાગે.

વેસ્ટર્ન ચોકર

વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે અથવા ફોર્મલ ગાઉન સાથે ચોકર પહેરવો હોય તો પ્લેન ગોલ્ડના પતરા પર હેમરિંગ કરેલો અથવા ટેક્સ્ચરવાળો નેકલેસ સારો લાગશે. એ સિવાય કોપર અથવા બ્રાસ પર રંગબેરંગી જેમસ્ટોનવાળો ચોકર પણ વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે સારો લાગે છે.

ચોકર નેકલેસ સાંસ્કૃતિક અને સ્ટાઈલિશ બંને લૂક આપે છે. તમે ચોકર સાથે ઇયરિંગ્સ પહેરો તો હેવી પહેરો, નહિં તો ઇયરિંગ્સ વગર વધારે સ્ટાઈલિશ લૂક આપશે. જેને તમે ગાઉન, સાડી અને લોન્ગ કુર્તીની સાથે પહેરી શકો છો.

LEAVE A REPLY