બકિંગહામશાયરની સાજી-સમી અને કોઇ જ બીમારી ન ધરાવતી માત્ર 21 વર્ષની ક્લોઇ મિડલટનનું કોરોનાવાયરસના કારણા મૃત્યુ થયું હોવાનું તેના પરિવારે જણાવ્યું છે. તેની માતા ડિયાને સોશિયલ મીડિયા પર તેને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ક્લોઇને યુકેમાં સૌથી ઓછી ઉંમરમાં પીડિત માનવામાં આવે છે.
શ્રીમતી મિડલટન ફેસબુક પર લોકોને ચેતવણી આપતાં જણાવ્યું હતુ કે ‘’તમામ લોકો વિચારે છે કે તે માત્ર એક વાયરસ છે, પરંતુ હું મારા વ્યક્તિગત અનુભવથી કહુ છું કે તમે સાચવજો આ જ વાયરસે મારી 21 વર્ષની પુત્રીનું જીવન લઇ લીધું છે.’
ગઈકાલે એનએચએસ ઇંગ્લેન્ડે કહ્યું હતું કે ભોગ બનેલા લોકોમાં 33 વર્ષથી લઇને 103 વર્ષની વયની લોકો છે અને તે તમામને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. યુકેભરમાંથી ક્લોઇને લોકોએ શ્રદ્ધાંજલિઓ આપી હતી. તેની આંટી એમિલી મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે તેને સ્વાસ્થ્યની કોઈ અંતર્ગત સમસ્યા નહતી.