સિંગાપોરમાં ચાઇનીઝ મૂળના સ્થાનિક નાગરિકને ભારતવંશી શખ્સની હત્યા કરવા બદલ કોર્ટે આજીવન કેદની અને 12 દંડા ફટકારવાની સજા તાજેતરમાં ફરમાવી હતી. 2019માં નાઇટક્લબની બહાર ઘર્ષણ દરમિયાન આ ઘટના બની હતી. ચેનલ ન્યૂઝ એશિયાના રીપોર્ટ મુજબ, પ્રોસિક્યુશને દોષિત માટે મૃત્યુદંડની સજા માગી નહોતી. હત્યા બદલ ફાંસની અથવા આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. આ ઘટના 2 જુલાઇ 2019ના રોજ ટુરિસ્ટ વિસ્તાર ઓર્ચર્ડ રોડ પરની હોટેલમાં નોટી ગર્લ ક્લબ બહાર બની હતી. ચાઇનીઝ મૂળનો 32 વર્ષીય તાન સેન યેંગ 31 વર્ષીય સતીષ નોએલ ગોબિદાસની હત્યા કરવાના કેસમાં દોષિત જણાયો હતો. શરૂઆતમાં ટાન સહિત સાત લોકો પર હત્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સતીષનું મોત ગળામાં ચાકૂના ઘા વાગવાથી થયું હતું. તપાસના અંતે આ તમામ આરોપીઓમાં ફક્ત ટાન પર હત્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો અને જ્યારે અન્ય શખ્સો પરના આરોપો ઘટાડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY