ફાઇલ ફોટો (ANI Photo)

કેનેડામાં ખાલિસ્તાન ઉગ્રવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાના કેનેડાના દાવા વચ્ચે હવે એક ચીને બ્લોગરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ હત્યા પાછળ ભારતનો નહીં પણ ચીનનો હાથ છે. જેનિફર ઝેંગ નામની બ્લોગરે જણાવ્યું હતું કે કે ચીનનો ઈરાદો ભારત અને પશ્ચિમ દેશો વચ્ચે વિવાદ ઊભો કરીને ભારતને નુકસાન કરવાનો હતો. ચીનના પ્રેસિડન્ટ શી ઝિનપિંગે તાઈવાન સામે પણ આવી રણનીતિ અપનાવી છે.

જેનિફર ઝેંગ ચીનમાં જન્મેલા માનવ અધિકાર ચળવળકર્તા અને પત્રકાર છે. હાલમાં તેઓ અમેરિકામાં રહે છે. તેઓ ચીન સરકારના આકરા ટીકાકાર છે અને ચીનના ષડયંત્રોને ઘણી વખત ખુલ્લા પાડ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં ઝેંગે નિજ્જરની હત્યાને એક રાજકીય હત્યા ગણાવીને જણાવ્યું હતું કે નિજ્જરની હત્યા વિશે એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તે પ્રમાણે આ હત્યા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ટોએ કરી હતી.

આ દાવો કરતી વખતે જેનિફરે ચાઈનીઝ લેખક અને યુટ્યૂબર લિઓ દેંગના લેખોને ટાંક્યા હતા જેઓ હાલમાં કેનેડામાં રહે છે. CCPએ પોતાના કેટલાક ઉચ્ચ અધિકારીઓને કેનેડા મોકલ્યા હતા અને તેમનો પ્લાન નિજ્જરને પતાવી દેવાનો હતો જેથી ભારત અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થાય. આ માટે કેનેડામાં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી.જેનિફર ઝેંગે આખી મોડલ ઓપરેન્ડી પણ પોતાના વીડિયોમાં સમજાવી હતી. જો આ મુદ્દે ચીન કે કેનેડાના અધિકારીઓએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.

LEAVE A REPLY