અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની લેડી મેલેનિયાને કોરોના થયો હોવાની ખબરે દુનિયાભરમાં ચકચાર જગાવી છે. જોકે ચીનના મીડિયાએ આ મુદ્દે પણ ટ્રમ્પની ટીકા કરવાનુ છોડ્યુ નથી.
ચીનનુ સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ કોરોનાને ઓછી ગંભીરતાથી લેવાની કિંમત ચુકવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકામાં કોરોનાના સંક્રમણે કેટલુ ખતરનાક સ્વરુપ ધારણ કર્યુ છે. તેનાથી ટ્રમ્પ અને અમેરિકાની નેગેટિવ ઈમેજ દુનિયાભરમાં ઉભી થશે અને ટ્રમ્પના ફરી ચૂંટાવા પર પણ તેની અસર પડી શકે છે.
કોરોનાના સંક્રમણને લઈને ટ્રમ્પ અનેક વખત જાહેરમાં ચીનની ટીકા કરી ચુક્યા છે.તેમણે આરોપ લગાવ્યો હતો કે, ચીન અને WHOએ ભેગા મળીને આ વાયરસની જાણકારી છુપાવી હતી. જેના કારણે લાખો લોકોએ જીવ ગમાવ્યા છે.ટ્રમ્પે તો કોરોના વાયરસને વુહાન વાયરસ તરીકે ઓળખાવ્યો હતો.