પેલોસી તાઇપેઇના એરપોર્ટ પર પહોંચ્યા બાદ ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ ક્વીને આ મુલાકાતની નિંદા કરતું નિવેદન જારી કર્યું હતું. તેમાં જણાવાયું હતું કે ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી હાઇએલર્ટ પર છે તથા રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણપણે રક્ષણ કરવા માટે સંખ્યાબંધ ટાર્ગેટેડ મિલિટરી ઓપરેશન હાથ ધરશે. આવી કાર્યવાહી મારફત તે વિદેશી દરમિયાનગીરી અને તાઇવાનને સ્વતંત્ર બનાવવાના અલગતાવાદી જૂથોના પ્રયાસોનો સામનો કરશે. જોકે સંરક્ષણ મંત્રાલયે કયા ટાર્ગેટ પર હુમલા કરાશે તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
તાઇવાનની સરકારી વેબસાઇટ્સ પર સાઇબર એટેક
અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીની યાત્રાના થોડો કલાકો પહેલા તાઇવાનની પ્રેસિડન્ટ ઓફિસની વેબસાઇટ પર સાઇબર એટેક થયો હતો. સાઇબર એટેક પાછળનો ચીનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તાઇપેઇ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી હેકર્સે આપી હતી કે બીજા કોઇ સંગઠનને તેની સ્પષ્ટતા થઈ શકી ન હતી.