વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બિના જણાવ્યાનુસાર અમેરિકા એટલાન્ટામાંથી ચીનના બલૂનનો કાટમાળ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છે, પરંતુ એ કાટમાળ બૈજિંગને પાછો અપાશે નહીં. કિર્બીએ જણાવ્યું હતું કે, સમુદ્રની સપાટી ઉપરથી કેટલોક કાટમાળ મળ્યો છે પરંતુ પ્રતિકૂળ હવામાનના કારણે સમુદ્રના પેટાળ સુધી પહોંચી શકાયું નથી.
ચીને દાવો કર્યો હતો કે તેનું બલૂન લશ્કરી હેતુવાળું નહીં પરંતુ હવામાન નિરીક્ષણ માટેનું હતું જે અમેરિકી સીમામાં ભૂલું પડી ગયું હતું. જોકે, આ બલૂન કહેવાતી કેટલીક લશ્કરી સાઇટો ઉપર ઉડ્યા બાદ પૂર્વના કાંઠા તરફ આગળ વધ્યું ત્યારે પ્રેસિડેન્ટ બાઇડેને બલૂનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
કિર્બિએ જણાવ્યું હતું કે, ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ ચાલુ છે. આ બલૂન માત્ર હવામાં સરકતું નહોતું, તે સ્ટીયરીંગ અને પ્રોપેલર્સવાળું નિયંત્રિત બલૂન હતું તે આપમેળે ઝડપ વધારે ઘટાડે, વળાંક દિશા બદલી શકે તેમજ રડરવાળું હતું.