ભારત સાથે સરહદ પર વિવાવદ વચ્ચે શાસક કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠકમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે રવિવારે જણાવ્યું હતું કે તેમની આગેવાની હેઠળની ચીની આર્મી “વ્યૂહાત્મક પ્રતિરોધક”ની મજબૂત પ્રણાલી ઊભી કરવા ઉપરાંત યુદ્ધ લડવા અને જીતવા માટે સૈનિકોની તાલીમ અને યુદ્ધતૈયારીઓને વધુ વેગ આપશે. શાસક કમ્યુનિસ્ટ પાર્ટીની પાંચ વર્ષમાં એક વખત યોજાતી કોંગ્રેસમાં કાર્ય અહેવાલ રજૂ કરતી વખતે જિનપિંગ આ જાહેરાત કરી હતી. સત્તાવાધારી કમ્યુનિટી પાર્ટીના એક સપ્તાહ લાંબા સેશનનો બેઇજિંગમાં રવિવારે પ્રારંભ થયો હતો.
જિનપિંગે જણાવ્યું હતું કે અમારી આર્મી લડી શકે અને જીતી શકે છે તે જોવા માટે અમે સૈનિકોની તાલીમને વધુ સઘન બનાવીશું અને તમામ સ્તરે યુદ્ધની તૈયારીઓમાં વધારો કરીશું.
જિનપિંગ 20 લાખ સૈનિકો સાથેની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના હાઇ કમાન્ડ ગણાતા સેન્ટ્રલ મિલિટરી કમિશનના વડા છે. તેમના 63 પેજના રીપોર્ટમાં મિલિટરીનો વિશેષ ઉલ્લેખ કરાયો હતો. આ વિભાગનું નામ પીએલએના મધ્યવર્તી હેતુની પ્રાપ્તિ તથા નેશનલ ડિફેન્સ એન્ડ મિલિટરીના વધુ આધુનિકરણ હતું.
જિનપિંગ રજૂ કરેલી આ લશ્કરી યોજનાઓ ભારતીય સૈન્ય દળો માટે સૂચક છે, કારણ કે મે 2020 પછીથી ભારત-ચીનની સરહદ અને ખાસ કરીને પૂર્વ લદ્દાખમાં બંને વચ્ચે સંઘર્ષ થયો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના આક્રમક પગલાંથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પણ તંગ થયા હતા.