વિશ્વભરમાં કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ચીને હવે રસી બનાવવાની સ્પર્ધામાં નામના મેળવવા માટે પ્રયાસ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે કોવિડ-19ની રસીના અંતિમ તબક્કાના પરીક્ષણમાં ચીન 12 વધુ દેશોને સામેલ કર્યા છે. ચીન દ્વારા વિશ્વભરમાંથી પેરુ, આર્જેન્ટિના, બ્રાઝિલ, બહેરીન, યુએઇ, ઇજિપ્ત, પાકિસ્તાન, તુર્કી, મોરોક્કો, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને રશિયા સહિત હજ્જારો લોકો પર ચીનની રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રસી ચીનની ત્રણ મુખ્ય રસી નિર્માતા દ્વારા કરવામાં આવ્યું છે અથવા કરાશે, હોંગકોંગસ્થિત એક અખબારી અહેવાલમાં આ વિગત જણાવવામાં આવી છે. આ પૈકીના કેટલાક દેશો માટે, ક્લિનિકલ ટ્રાયલ્સના અંતિમ તબક્કાને મંજૂરી આપવી એ નિશ્ચિત રસી વહેલી મેળવવા તરીકે જોવામાં આવે છે. કારણ કે ઘણા ધનિક દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ મંજૂરી બાકી છે તેવી રસીના ડોઝ ખરીદી લીધા છે.
તાજેતરમાં મેક્સિકો, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અધિકારીઓનો મીડિયામાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તેમાં અધિકૃત રસીઓ ભવિષ્યમાં મળે તે માટેની ટ્રાયલ્સ અંગે જણાવ્યું છે. 25 સપ્ટેમ્બરે ચાઇનીઝ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, WHOએ ક્લિનિકલ ટ્રાયલ્સ હજુ સંપૂર્ણ થયા ન હોવા છતાં પણ પ્રાયોગિક રસીઓના સંકટમાં ઉપયોગ માટે ચીનને સમર્થન આપ્યું હતું.
નેશનલ હેલ્થ કમિશનના મેડિકલ સાયન્સ ડેવલપમેન્ટના વડા ઝેંગ ઝોંગવીએ મીડિયાને જણાવ્યું કે, WHOએ જૂનના અંતમાં રસીના તાત્કાલિક ઉપયોગ માટે ચીનની પ્રશંસા કરી હતી. ઝેંગના જણાવ્યા મુજબ મુખ્ય આરોગ્ય કર્મચારીઓ, સરહદના અધિકારીઓ અને વિદેશી કામદારો જેવા વધુ જોખમવાળા વ્યવસાયમાં લોકોને બચાવવા માટે મધ્ય જૂનમાં આ રસીના તાત્કાલિક ઉપયોગ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ રસીના ક્લિનિકલ ટ્રાયલ્સના હજુ ત્રણ તબક્કા પૂર્ણ કરવાના બાકી હતા પરંતુ સ્ટેટ કાઉન્સિલે 24 જૂને આ દરખાસ્તને મંજૂરી આપી હતી