China hints at deepening ties with Russia
(Photo by ALEXANDR DEMYANCHUK/SPUTNIK/AFP via Getty Images)

યુક્રેન યુદ્ધ અંગે દેશના વલણનો જોરદાર બચાવ કરતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ યીએ સંકેત આપ્યો કે ચીન આગામી વર્ષમાં રશિયા સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવશે. અમેરિકા સાથે કથળી રહેલા સંબંધો માટે તેમણે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે  અમેરિકાની ભૂલભરેલી નીતિનો ચીન સખત વિરોધ કરે છે.   

પશ્ચિમના દેશો વેપાર ટેક્નોલોજી, માનવ અધિકારો અંગે ચીન પર સતત દબાણ કરી છે અને પશ્ચિમ પ્રશાંત સાગરમાં પણ ચીનની વિસ્તરણવાદી નીતિઓનો પશ્ચિમી દેશો વિરોધ કરે છે. જોકે ચીન તેને અમેરિકાની દાદાગીરી ગણાવે છે. યુક્રેન પર રશિયાના આક્રમણની પણ ચીન નિંદા કરતી નથી. આ ઉપરાંત રશિયા પરના પશ્ચિમ દેશોના પ્રતિબંધોમાં પણ ચીન જોડાયું નથી. તેનાથી પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકા સાથે તેના સંબંધો વધુ કથળ્યા છે.   

વાંગે કહ્યું હતું કે ચીન  રશિયા સાથેના વ્યૂહાત્મક અને પરસ્પરે લાભ થાય તેવા સહયોગને વધુ ગાઢ બનાવશે. ગયા સપ્તાહે ચીન અને રશિયાના યુદ્ધ જહાજોએ ગયા અઠવાડિયે પૂર્વ ચીન સમુદ્રમાં  નૌકાદળની સંયુક્ત કવાયત કરી હતી.  

 પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેન કટોકટીના સંદર્ભમાં અમે નિષ્પક્ષતાને મૂળભૂત સિદ્ધાંતને સતત વળગી રહ્યાં છીએ. અમે બેમાંથી કોઇ એકનો પક્ષ લીધો નથી કે આગમાં ધી હોમ્યું નથી. અમે સ્થિતિનો સ્વાર્થી લાભ લેવાનો પણ પ્રયાસ કર્યો નથી.   

રશિયા અને ચીન બંને પશ્ચિમ દેશોના દબાણનો સામનો કરી રહ્યાં છે, તેથી ચીન માટે રશિયા સાથેના સંબંધો અગત્યના છે. જોકે ચીનનું આર્થિક ભાવિ અમેરિકા અને યુરોપના બજારો અને તેમની ટેકનોલોજી સાથે જોડાયેલું છે. ચીનના વડા શી જિનપિંગ ચીનના ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ વાંગે સ્વીકાર્યું હતું કે ચીન અને અમેરિકા એકબીજા સાથેની સપ્લાય ચેઇનને તોડી શકે નહીં.  

 

LEAVE A REPLY