Some countries fail to protect Indian missions: Jaishankar
(ANI Photo)

2020માં સરહદો પર થયેલા રક્તપાત માટે ચીનને જવાબદાર ઠેરવતા વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે બેઇજિંગ ભારત સાથે લાંબા સમયથી ચાલતા લેખિત કરારોનું પાલન કર્યું નથી. ટોક્યોમાં રાયસિના રાઉન્ડટેબલમાં બોલતા જયશંકરે રશિયાના બાકીની દુનિયા તરફના અભિગમમાં કેવું પરિવર્તન આવે તેવી ભારતની અપેક્ષા છે, તેની પણ વાત કરી હતી.

બે દિવસની જાપાનની મુલાકાતે ગયેલા વિદેશ પ્રધાને વૈશ્વિક વ્યવસ્થાતંત્રમાં બદલવા અંગે જણાવ્યું હતું કે વિશ્વના શક્તિશાળી દેશો ઇન્ડો પેસિફિક રિજન તરફ વળી રહ્યાં છે. ક્ષમતાઓ અને પ્રભાવમાં અને સંભવતઃ મહત્વાકાંક્ષાઓમાં ખૂબ મોટો ફેરફાર થાય છે, ત્યારે તેની સાથેની બીજા દેશોની પણ મહત્વાકાંક્ષાઓ ઊભી થાય છે અને તેના વ્યૂહાત્મક પરિણામો આવતા હોય છે. હવે તમને આ પરિવર્તન ગમે કે ન ગમે તે મુદ્દો નથી, પરંતુ તે એક વાસ્તવિકતા છે. તમારે તે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે.

ચીનના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે 1975થી 2020 સુધીના આશરે 45 વર્ષ સુધી સરહદ પર રક્તપાત થયો ન હતો અને 2020માં તે બદલાઈ ગયું હતું. આપણે ઘણા મુદ્દા પર અસંમત હોઈ શકીએ છીએ, પરંતુ જ્યારે કોઈ દેશ ખરેખર પડોશી સાથેના લેખિત કરારોનું પાલન કરતો નથી, ત્યારે મને લાગે છે, તે કારણભૂત છે. તેનાથી સંબંધોની સ્થિરતા અને ઇરાદોઓ પર પણ  પ્રશ્નાર્થચિહ્ન ઊભો થાય છે.

જૂન 2020માં ગલવાન વેલીમાં ભીષણ અથડામણને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે ખોરવાઈ ગયા હતા. આ અથડામણ ભારત અને ચીન વચ્ચે છેલ્લાં ઘણા દાયકાનો સૌથી ગંભીર લશ્કરી સંઘર્ષ હતો.

 

LEAVE A REPLY