ચીનનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તેનાથી કંપનીઓ આ મુશ્કેલીનો સામનો કરવા માટે નવા નવા નુસખા અપનાવી રહી છે. ચીનમાં એક રિયલ એસ્ટેટ કંપનીએ ઘર ખરીદદારોને અને ખાસ કરીને ખેડૂતોને લોભાવવા માટે અનોખી રીત શોધી છે. કંપનીએ ઘર ખરીદવાના ઈચ્છુક લોકો પાસેથી ડાઉન પેમેન્ટ તરીકે ઘઉં અને લસણને સ્વીકાર કરવાનુ શરૂ કર્યુ છે. આ રિયલ એસ્ટેટ કંપની હેનાન સ્થિત સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ છે. કંપની જાહેરાત પણ આપી છે કે ઘર ખરીદવા માટે ઘઉં આપો.
જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ખરીદદાર ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ તરીકે બે યુઆન પ્રતિ કૈટીના દરથી ઘઉંનો ઉપયોગ કરી શકે છે. કૈટી ચીનનુ એક યુનિટ છે, જે લગભગ 500 ગ્રામ બરાબર હોય છે. એક ઘરની ખરીદી માટે ડાઉન પેમેન્ટ 160,000 યુઆન છે. સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટના એક સેલ્સ એજન્ટે જણાવ્યુ કે વિસ્તારના ખેડૂતોને મુખ્યરીતે આકર્ષિત કરવા માટે આ પ્રકારની જાહેરાત કરાઈ છે. કંપનીનુ આ પ્રમોશન 10 જુલાઈ સુધી રહેશે. ગયા મહિને સેન્ટ્રલ ચાઈનાએ એક અન્ય જાહેરાત પ્રકાશિત કરી હતી, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ઘર ખરીદવાના ઈચ્છુક પાંચ યુઆન પ્રતિ કૈટીના દરથી ડાઉન પેમેન્ટ તરીકે લસણનો ઉપયોગ કરી શકે છે.
જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે લસણના આ પ્રમોશનથી 852 લોકો પ્રભાવિત થયા અને 30 ડીલ થઈ છે. લસણ અને ઘઉંનો જથ્થાબંધ બજાર ભાવ 1.5 યુઆન પ્રતિ ગ્રામ છે. ચીનમાં કોરોનાના કારણે પ્રોપર્ટી બજારમાં લાંબા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે.