ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું 132 લોકોને લઈને જઈ રહેલું બોઇંગ વિમાન સોમવારે દક્ષિણ ચીનના પર્વતો પર તૂટી પડ્યું હતું. બાઇંગ 737 વિમાને સધર્ન હબ ગ્વાંસજોના કુનમિંગ શહેરથી ઉડાન ભરી હતી અને સંપર્ક ગુમાવ્યો હતો, એમ ચીનના નાગરિક ઉડ્ડયન વહીવટીતંત્રે ઓનલાઇન જાહેરાતમાં જણાવ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં જાનહાની અંગે કોઇ સત્તાવાર અહેવાલ મળ્યા નથી.
સત્તાવાળાએ જણાવ્યું હતું કે હાલમાં તેને પુષ્ટી આપવામાં આવે છે કે આ વિમાન તૂટી પડ્યું છે અને ઇમર્જન્સી રિસ્પોન્સ સક્રિય કરવામાં આવ્યો છે. આ વિમાનમાં 123 મુસાફરો અને 9 વિમાની સભ્યો હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ચીનનું બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ પર્વત વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડો જોવા મળ્યો હતો. રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 નિર્ધારિત સમય પર ગંતવ્ય સ્થાન પર ના પહોંચ્યા બાદ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી. આ વિમાન કુનુમિંગથી સ્થાનિક સમય પ્રમાણે સોમવારે બપોરે 1 વાગ્યે રવાના થયું હતું.