કોવિડ-19 મહામારીના કારણે ચીન ત્રણ વર્ષના લાબા સમય પછી ચીન વિદેશી પ્રવાસીઓ માટે પોતાની સરહદો 15 માર્ચથી ખુલ્લી મુકી છે. 15 માર્ચથી ચીને વિદેશીઓને તમામ પ્રકારના વિઝા આપવાનું કામ શરૂ થશે. અગાઉ ફેબ્રુઆરીમાં, તેને કોવિડ પર નિર્ણાયક વિજય જાહેર કર્યો હતો
ચીને અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાના પ્રયાસો વચ્ચે આ પગલું ભર્યું છે. ચીન તેની સરહદો પ્રવાસીઓ માટે ફરીથી ખોલનાર છેલ્લા મોટા દેશોમાંનો એક છે. ચીન બુધવારથી તમામ પ્રકારના વિઝા આપવાનું શરૂ કર્યુ છે. કેટલાક સ્થળો પર વિઝા-મુક્ત પ્રવેશ પણ ફરી શરૂ થશે. મુલાકાતીઓ માટે રસીકરણ પ્રમાણપત્ર અથવા કોવિડ પરીક્ષણના અહેવાલની જરૂર પડશે કે કેમ તે અંગે જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.