. Jam Sta Rosa/POOL via REUTERS

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સ્કીએ રવિવારે ચીન પર આક્ષેપ કર્યો હતો કે યુક્રેન યુદ્ધ પર સ્વિસ દ્વારા આયોજિત આગામી શાંતિ પરિષદને ખોરવી નાંખવામાં તે રશિયાને મદદ કરી રહ્યું છે. ચીન અન્ય દેશો અને તેમના નેતાઓ પર આગામી મંત્રણામાં ભાગ ન લેવા દબાણ કરી રહ્યું છે.

સિંગાપોરમાં એશિયાની અગ્રણી સિક્યોરિટી કોન્ફરન્સ શાંગરી-લા ડિફેન્સ ફોરમ દરમિયાન ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચીનના પ્રભાવ અને ચીનના રાજદ્વારીઓનો પણ ઉપયોગ કરી રશિયા શાંતિ સમિટને ખોરવી નાંખવા શક્ય તમામ પ્રયાય કરી રહ્યું છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચીન જેવો મોટો સ્વતંત્ર શક્તિશાળી દેશ પુતિનના હાથનું હથિયાર બન્યો છે. ચીને યુદ્ધ પર તટસ્થ હોવાનું કહ્યું છે, પરંતુ રશિયા સાથેના વેપારમાં વધારો થયો છે. અમેરિકન, યુક્રેનિયન અને અન્ય ગુપ્તચર એજન્સીઓ કહે છે કે એવા પુરાવા છે કે રશિયન શસ્ત્રોમાં ચીનના પાર્ટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. ઝેલેન્સકીએ ટોચના સંરક્ષણ અધિકારીઓને સ્વિત્ઝર્લેન્ડમાં આગામી વાટાઘાટોમાં હાજરી આપવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કેટલાંક દેશોએ તેમાં સામેલ થવા પ્રતિબદ્ધતા ન આપી હોવાથી તેઓ નિરાશ થયા છે.

આ શાંતિ પરિષદ જૂનના મધ્ય ભાગમાં યોજવાની છે. તેમાં ચીન ભાગ લેશે તેવી ધારણા હતી, પરંતુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે શુક્રવારે સંકેત આપ્યો કે તે અસંભવિત છે. ચીન રશિયા સહિત તમામ પક્ષોની સમાન ભાગીદારી સાથે શાંતિ પરિષદની માગણી કરી રહ્યું છે. આ કોન્ફરન્સમાં રશિયાને આમંત્રણ અપાયું નથી.

LEAVE A REPLY