અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચીને દેશમાં કોરોના વાયરસની બીમારીના વ્યાપને છૂપાવી કુલ કેસો અને મૃત્યુની સંખ્યા ઓછી બતાવી હતી. વ્હાઈટ હાઉસને સોંપવામાં આવેલા ગુપ્ત અહેવાલમાં અમેરિકી ગુપ્તચર સંસ્થાઓએ આવો નિષ્કર્ષ રજૂ કર્યો છે.
રિપોર્ટ ગુપ્ત હોવાથી અધિકારીઓએ તેમના નામ આપ્યા નહોતા. તેવી જ રીતે અહેવાલની વિગતો આપવાની પણ તેમણે ના પાડી દીધી હતી, પણ અહેવાલનું હાર્દ એ છે કે ચીને કેસો અને મૃત્યુના આંકડા ઈરાદાપૂર્વક અપૂર્ણ રજૂ કર્યા હતા. ચીનના આંકડા બનાવટી હોવાનું રિપોર્ટમાં તારણ રજૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચીનના હુબેઈ પ્રાંતમાં 2019ની આખરમાં આ બીમારી શરૂ થઈ હતી, પણ તેણે 82,000 કેસો અને 6300 મૃત્યુના જ આંકડા આવ્યા હતા. જોન્સ ટોપક્નિસ યુનિવર્સિટી દ્વારા આ આંકડા એકત્ર કરવામાં આવ્યા હતા. એ સામે અમેરિકામાં 189,000 કેસો અને 4000થી વધુ મોત નોંધાયા છે. વિશ્વ]માં અમેરિકામાં અત્યાર સુધી સૌથી વધુ કેસો બન્યા છે.
ઉપપ્રમુખ માઈક પેન્ટાએ જણાવ્યું હતું કે ચીને સાચા આંકડા-માહિતી આપ્યા હોત તો આપણી સ્થિતિ વધુ સારી હોત. ચીનમાં ડિસેમ્બરમાં રોગચાળો નાબૂદ કરવા પ્રયાસો થઈ રહ્યાનું બહાર આવ્યું હતું, પણ હવે પુરાવા છે કે એના લાંબા સમય પહેલાં ચીન એનો મુકાબલો કરી રહ્યું હતું અને ચીનમાં મહામારી મહિના પહેલા વાસ્તવિક હતી.
ચીને આખરે કડક લોકડાઉનનો અમલ કર્યો હતો, પણ તેણે આપેલા આંકડા બાબતે આશંકા સેવવામાં આવતી હતી. ચીને કેસો ગણવા તેની પદ્ધતિ અવારનવાર બદલી હતી. લક્ષણો દેખાતા ન હોય તેવા લોકોને સપ્તાહો સુધી બાકાત રાખવામાં આવ્યા હતા અને છેક છેલ્લે તેણે લક્ષણ ન દેખાતા હોય તેવા કેસોને પણ ઉમેર્યા હતા. હુબેઈ પ્રાંતમાં ફયુનરલ હોમ્સ બહાર હવર્સ અસ્થિકુંભના પગલાથી પેઈચીંગના રિપોર્ટીંગ બાબતે લોકોમાં આશંકા જાગી હતી.