ચીનની રાજધાની બિંજીંગમાં ત્રણ દિવસમાં 57 નવા કેસ મળ્યા બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે, રાજધાનીનાં ત્રણ બજારોને સંપુર્ણ રીતે બંધ કરીને જડબેસલાક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ચીનનાં આગોગ્ય અધિકારી કોરોનાનાં સંક્રમણ પર લગામ લગાવવા માટે યુધ્ધ સ્તરની તૈયારીઓમાં લાગ્યા છે, ત્યાં જ ચીને આરોપ લગાવ્યો છે કે બિંજીંગમાં કોરોનાનું ક્લસ્ટર સંક્રમણ યુરોપથી આવેલા વાયરસનાં કારણે થયું છે.
ચીનની સરકારનાં મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર બિજીંગ સીડીસી સંસોધકોએ કહ્યું કે રાજધાની બિજીંગનાં Xinfadi બજારમાં ક્લસ્ટર સંક્રમણ ફેલાવનારા કોરોના વાયરસનાં જીનોમ સિક્વેન્સિંગથી જાણવા મળે છે કે તે યુરોપથી આવ્યો છે. સંસોધકોએ દાવો કર્યો કે આ સંક્રમણ ચીનની બહારથી આવેલા વાયરસથી ફેલાયું છે.
Xinfadi હોલસેલ બજારમાં નવા કેસ નોંધાવાથી ચિંતાં પેદા થઇ છે, કેમ કે અહીંથી રાજધાનીમાં શાકભાજીઓ અને માંસ ઉત્પાદનોનો 90 ટકા પુરવઠો મોકલવામાં આવે છે, Xinfadi બજારની સાથે જ શનિવારે 6 અન્ય બજારોને પણ બંધ કરવામાં આવ્યા, બિંજીંગમાં અધિકારીઓને Xinfadi બજારમાં આયાતી સેલ્મન માછલીને કાપનારા બોર્ડ પર કોરોનાનાં વાયરસ મળ્યા, આ બજારમાંથી લેવામાં આવેલા 40 પર્યાવરણીય સેમ્પલ પણ મળી આવ્યા છે.
બજાર સાથે સંકળાયેલા લગભગ 10 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે, શુક્રવારે ત્યાં 6 લોકો સંક્રમિત મળી આવ્યા હતાં, સત્તાવાર મિડિયાનાં જણાવ્યા પ્રમાણે ચીનમાં ઢાકાથી ગ્વાંગઝો સુધીની ઉડાનનોને ચાર સપ્તાહ સુધી બંધ કરી દીધી છે. 17 યાત્રિકો કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યું છે.