Facebook photo

ચીનના શાંઘાઇ શહેરમાં સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ચાઇનાની હોસ્ટ ફેમિલી સાથે રહીને ત્યાં અભ્યાસ કરી રહેલી જેસલ પટેલ 6 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગે અમદાવાદ આવી પહોંચી હતી. 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 7.30 કલાકે શાંઘાઇથી દિલ્હી પહોંચેલી જેસલને ઇમિગ્રેશન ઓફિસર દ્વારા ઓરમાયું વર્તન કરાયું હતું. અધિકારીઓ દ્વારા તેને સૂચન કરવામાં આવ્યું કે તારે ચાઇના પાછા જતા રહેવાનું છે. પરંતુ જેસલ પાસે સિંગલ વિઝા હોવાથી તે ચાઇના પાછી જઇ શકે તેમ ન હતી.

ઉપરાંત તેને અધિકારીઓએ એવું પણ કહ્યું હતું કે તું અહીં એરપોર્ટથી ડાયરેક્ટ લંડનની ફ્લાઇટ બૂક કરાવી દે. જેસલ પટેલ કહ્યું કે, હું જ્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઇ ત્યારે મારી સાથે ગેરવર્તન કર્યું હતું. મારે અમદાવાદ કાકાના ઘરે જવું હતું પરંતુ મને ઇમિગ્રેશનમાંથી ક્લિયરન્સ અપાતું ન હતું. મારી પાસે ચાઇનીઝ કરન્સી યુઆન હતી એટલે એરપોર્ટ પર તેનો કોઇ રેસ્ટોરન્ટ સ્વીકાર કરતી ન હતી.

મેં 12 કલાક સુધી અન્નનો એક દાણો પણ લીધો ન હતી. મારા મોબાઇલમાં ચાર્જિંગ ન હતું એટલે સંપર્ક કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. મને એકલા ડિટેઇન ઓફિસમાં બેસાડી રાખી હતી. તેઓ મને ઇન્ડિયામાં ડિટેઇન કરી દીધી હતી.મારા પિતાજી, ફેમિલી મેમ્બર અને સ્વામિનારાયણ સંપ્રદાનના સંતોએ અનેક પ્રયત્નો કર્યાં અને માંડમાંડ 6 જાન્યુઆરીએ સવારે કોઇ અધિકાર મારી પાસે આવ્યા અને મને ક્લિયરન્સ આપ્યું. મને દિલ્હીથી અમદાવાદ પહોંચતા 24 કલાક લાગી ગયા. બીજી મોટી સમસ્યા એ હતી કે જ્યારે હું શાંઘાઇ સિટીમાં રહેતી હતી ત્યારે મારે લંડન ઘરે જવું હતું પરંતુ એકપણ ફ્લાઇટ ન હતી. પરિણામે મારે ફરજિયાત ભારત આવ્યા સિવાય કોઇ છૂટકારો ન હતો અને જ્યારે ભારત આવી ત્યારે મને એરપોર્ટ પરથી જ ચાઇના પાછા ફરવા દબાણ કરાતું હતું.