ગુજરાતમાં 12થી 14 વર્ષના બાળકોના કોરોના રસી આપવાનો બુધવાર (16 માર્ચ)થી પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાળકોના રસીકરણ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ વયજુથમાં આવતા રાજ્યના કુલ 22 લાખથી વધુ બાળકોને કોર્બેવેક્સ વેક્સિન આપવામાં આવશે.
બાળકોમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે તબક્કાવાર રસીકરણ અભિયાનનો કરવામાં આવ્યા છે, જેમાં આજથી 12થી 14 વર્ષના બાળકો માટે ફ્રી રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી છે. ગુજરાતમાં આ ઉંમરના લગભગ 22.63 લાખ બાળકોને રસીકરણ અભિયાન હેઠળ સમાવી લેવાશે.આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ પણ રસીકરણ અભિયાનના પ્રારંભ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.