યુકેના મેડિકલ વોચડોગ – મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ની સમીક્ષામાં મોર્ડનાની કોવિડ રસી બાળકો માટે સલામત અને અસરકારક લાગતા યુકે દ્વારા 12થી 17 વર્ષના બાળકો માટે મોર્ડનાની કોવિડ રસી મંજૂર કરવામાં આવી છે.
મોડર્ના જેવી જ ટેકનોલોજીનો ઉપયોગ કરતી ફાઈઝર્સ વેક્સીનને જૂન માસમાં લીલી લાઇટ અપાયા બાદ બ્રિટિશ બાળકો માટે માન્ય કરાયેલી મોડર્ના બીજી કોરોનાવાયરસ રસી બની છે. હાલમાં 16 અને 17 વર્ષના બધા બાળકોને કોવિડ રસી માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે અને આ રસી મેળવવા માટે માતાપિતા અથવા વાલીની પરવાનગીની જરૂર નથી.
આ ઉપરાંત ખૂબ જ સંવેદનશીલ લોકો સાથે રહેતા અથવા જેઓ રોગપ્રતિકારક નબળાઈઓ ધરાવે છે તેવા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસી માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.