(ANI Photo)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ નવી સરકાર બનાવવાની કવાયત તેજ બની હતી. ગુરુવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવન ખાતે જઇને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામા સોંપ્યું હતું અને નવી સરકારની રચના માટે દાવો કર્યો હતો.  

આ વચગાળાના સમયગાળામાં ભૂપેન્દ્ર પટેલના રાજીનામા પછી ભૂપેન્દ્ર પટેલ  કેરટેકર મુખ્યપ્રધાન બન્યા છે. મુખ્યપ્રધાનના નવા પ્રધાનમંડળની શપથવિધિ આગામી 12 ડિસેમ્બરના રોજ યોજાશે. શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતા છે. આની સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ શપથિવિધિ કાર્યક્રમમાં હાજર રહેવી એવી શક્યતા છે. 

નવી સરકારની રચના માટે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ધારાસભ્ય દળની બેઠકને લઈ નિર્ણય લેવામાં આવશે. પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા પણ કરશે. બીજી તરફ, ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ માટે તૈયારીઓના ભાગરુપે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અધિકારીઓ દ્વારા નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ભાજપની ભવ્ય જીત બાદ પક્ષ દ્વારા ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી.  

  20માંથી 19 પ્રધાનો જીત્યા 

વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત સાથે ભાજપે તમામ જૂના રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. ભાજપના ફાળે 156 બેઠક, કોંગ્રેસના ફાળે 17 અને આમ આદમી પાર્ટીના ફાળે 5, અન્યના ફાળે 4 બેઠક આવી છે. કોંગ્રસેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 પ્રધાનોથી 19 પ્રધાનો બીજી વખત જીતી ગયા હતા. એકમાત્ર કાંકરેજના ઉમેદવાર કિર્તિસિંહ વાઘેલા ચૂંટણી હાર્યા હતા. ભાજપે બાકીના પાંચ પ્રધાનોની ફરી વખત પક્ષની ટિકિટ આપી ન હતી. 

LEAVE A REPLY