‘ધ ગ્રેટ બ્રિટીશ બેક ઑફ’ ટીવી કાર્યક્રમ દ્વારા ખ્યાતિ મેળવનાર ચેતના માકન તેમની બેસ્ટ સેલિંગ કૂકબુક્સમાં વાનગીઓનો રસથાળ લઇને આવ્યા છે. પંચી સ્વાદ ધરાવતી અને ભારતીય ઘરોના રસોઈ પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરતી ‘ચેતના’ઝ 30 મિનિટ ઇન્ડિયન – ક્વિક એન્ડ ઇઝી એવરી ડે મીલ’ બુકને મિશેલ બીઝલી દ્વારા પ્રકાશીત કરાઇ છે.
ભારતીય વાનગીઓ અંગે બીનભારતીયોમાં ઘણી બધી ગેરસમજો છે: તેમાંની એક એ છે કે તેને બનાવવા માટે ગરમ ચૂલા સામે કલાકો પસાર કરવા પડે છે અને બીજી એવી કે તે ચીલાચાલુ ટેકઅવે જેવો સ્વાદ ધરાવતું હોય છે. ‘ગ્રેટ બ્રિટીશ બેક ઑફ’ પર સાત વર્ષ પહેલા દેખાયેલા ચેતના માકનને હજી પણ બેક ઑફ ફેવરિટ તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતનાની પાંચમી કુકબુક છે.
ચેતના મકાનની બેસ્ટ સેલિંગ કુકબુકમાં રજૂ કરાયેલી આકર્ષક વાનગીઓ 30 મિનિટથી ઓછા સમયમાં ખાવા માટે તૈયાર થઈ શકે છે. આ બુકમાં ફેબ્યુલસ સલાડ, પરંપરાગત ઝડપી નાસ્તા, ટોસ્ટ્સ પરના ટોપિંગ્સ, સ્વાદિષ્ટ દાળ, શાકાહારી વાનગીઓ, ફીશ અને માંસની કરીઝ, ઓલ ઇન વન ડીશીઝ, વિવિધ પ્રકારના રાયતા ચોખાની વાનગીઓ, ડીપ્સ તેમજ આનંદ આપતી મીઠાઈઓ અને ડીઝર્ટનો સમાવેશ કરાયો છે. પુસ્તકમાં દરેક પ્રસંગ માટેના ઝડપી અને અનુરૂપ વિકલ્પો રજૂ કરાયા છે.
આ પુસ્તકમાં ઉપયોગી મીલ પ્લાનનો સમાવેશ કરાયો છે. મિત્રો અને સંબંધીઓ સાથે માણી શકાય તેવી વાનગીઓને વાર-તહેવારે ઝડપથી અને કોઈ જટિલ પદ્ધતિ વગર રાંધી શકાય તેવી વાનગીઓનો સમાવેશ કરાયો છે. તમે આ પુસ્તકના આધારે સ્વાદિષ્ટ, વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર ડીશીઝ બનાવી શકો છો.
- Publisher : Mitchell Beazley (10 Jun. 2021)
- Language : English
- Hardcover : 208 pages
- ISBN-10 : 1784727504
- ISBN-13 : 978-1784727505
પનીર ઓનીયન મસાલા રોલ્સની રેસીપી
મહેમાનોને ખુશ કરવા માટે સ્વાદિષ્ટ ક્રીસ્પી પનીર ઓનીયન મસાલા રોલ્સની રેસીપી અહિં રજૂ કરી છે. આશા છે કે પરિવારના દરેકને આ રોલ્સ પસંદ આવશે. આ રેસીપીમાં પનીર કે ગમતા વિવિધ ફીલીંગ ભરીને વિવિધ ચટણીઓ સાથે અજમાવી શકો છો.
સામગ્રી:
- તૈયાર-રોલ્ડ પફની 1 શીટ પેસ્ટ્રી, 320 ગ્રામ (11¼oz)
- સાદો લોટ, અટામણ માટે.
- 5-6 ચમચી કોથમીર અને મગફળીની ચટણી.
- ઇંડા, ગ્લેઝિંગ માટે.
પૂરણ ભરવા માટે:
- 225g (8oz) છીણેલું પનીર
- 1 ઝીણી સમારેલી લાલ ડુંગળી.
- 1 બારીક સમારેલું લીલું મરચું
- માપસર મીઠું
- ચમચી આમચુર પાઉડર
- ચમચી મરચાનો પાઉડર
- 20 ગ્રામ (¾oz) તાજી સમારેલી કોથમીર.
રીત:
ઓવનને 200° સેલ્સીયસ કે ગેસ માર્ક 6 (400 ° ફે) પર પ્રિ-હીટ કરો. પૂરણની બધી સામગ્રીને એક બૉલમાં બરાબર મિક્ષ કરો. કિચન વર્કટોપ પર થોડો લોટ ભભરાવી પેસ્ટ્રી શીટને ફેલાવીને તેના પર ચટણી લગાવો. પેસ્ટ્રી શીટ પર સપ્રમાણ બધે મિશ્રણ ફેલાવો. તે પછી પેસ્ટ્રી પર મિશ્રણને આંગળીઓ વડે હળવેથી થોડું દબાવો. તે પછી એક બાજુથી શરૂ કરીને, પેસ્ટ્રીને રોલ કરી લોગ બનાવો. તે પછી તેના પર તોડેલા ઇંડાનો પલ્પ લગાવી સીલ કરો અને પેસ્ટ્રીના લોગના 1.5 સે.મી. જેટલા જાડા 18 ટુકડા કરો.
તેને બેકિંગ શીટ પર મૂકો અને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી 20-25 મિનિટ સુધી ઓવનમાં શેકાવા દો. તૈયાર થઇ જાય પછી તેને વિવિધ ચટણી સાથે પિરસો.
પુસ્તક જીતવાની અનેરી તક
અહિં અમે એક પનીર ઓનીયન મસાલા રોલ્સની રેસીપી રજૂ કરી છે. ગરવી ગુજરાતના ત્રણ નસીબદાર વાચકોને નવા પુસ્તકની એક નકલ જીતવાની તક મળશે. તમારે શુક્રવાર, 16 જુલાઇ સાંજે 5 વાગ્યા સુધીમાં તમારી વિનંતી દક્ષા ગણાત્રાને ઇમેઇલ [email protected] પર ઇમેઇલ કરવાની રહેશે. વિજેતાઓના નામ ડ્રો દ્વારા પસંદ કરવામાં આવશે અને એડિટરનો નિર્ણય અંતિમ રહેશે.