રશિયાના લશ્કરી દળોએ શુક્રવારે ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ પરનો તેમનો અંકુશ છોડી દીધો છે. યુક્રેનને આ સંવેદનશીલ જગ્યાનો ફરી અંકુશ મેળવ્યો હતો. યુક્રેના વિદેશ પ્રધાને જણાવ્યું છે કે રશિયાએ આ સાઇટ પર શું કર્યું છે તેની તપાસ કરવા માટે યુએન એટમિક એજન્સીના સહયોગમાં ચકાસણી કરશે અને જોખમમાં ઘટાડો કરવાના પગલાં લેશે. રશિયાના લશ્કરી દળોએ ચાર સપ્તાહ કરતા વધુ સમયગાળા દરમિયાન આ સાઇટ પર બેજવાબદારીપૂર્વક કામ કર્યું છે. રશિયાના દળોએ પ્લાન્ટના સ્ટાફને તેમની ફરજ બજાવવા દીધી ન હતી.