Cheating case against Superstar Shah Rukh Khan's wife Gauri
ગૌરી ખાન સાથે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન. (ANI ફોટો)

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. મુંબઈના રહેવાસી જસવંત શાહ દ્વારા લખનૌમાં ગૌરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. શાહરુખ ખાનની પત્ની જે કંપનીનો ચહેરો છે તે કંપનીએ 86 લાખ રૂપિયા વસૂલ્યા પછી પણ ફ્લેટનો કબજો આપવામાં નિષ્ફળ રહી હતી

ગૌરી ખાન ઉપરાંત લખનૌમાં તુલસીયાની ગ્રુપના ચીફ મેનેજિંગ ડિરેક્ટર સહિત બે અધિકારીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. ગૌરી તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 ફેબ્રુઆરીએ લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ગૌરીની સાથે મુંબઈના બિઝનેસમેન કિરીટ જસવંતે કન્સ્ટ્રક્શન કંપની તુલસિયાની કન્સ્ટ્રક્શન્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અનિલ કુમાર તુલસિયાની અને ડિરેક્ટર મહેશ તુલસીયાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જસવંતનો આરોપ છે કે ગૌરી ખાન તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેના દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર વિશ્વાસ કરીને તેણે વર્ષ 2015માં લખનૌમાં તુલસીયાની ગ્રુપના એક પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. જસવંતના કહેવા પ્રમાણે, તેણે ફ્લેટ બુક કરાવવા માટે તુલસીયાની ગ્રૂપને 85 લાખ 46 હજાર રૂપિયા ચૂકવ્યા હતા, તેમ છતાં કંપનીએ તેમને ફ્લેટનું પઝેશન આપ્યું ન હતું. જસવંતનો આરોપ છે કે કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અનિલ તુલસિયાની અને ડિરેક્ટર મહેશ તુલસિયાનીએ પૈસા પાછા માંગવા માટે વિવિધ બહાના બનાવવાનું શરૂ કર્યું. જસવંત કહે છે કે વર્ષ 2017માં કંપનીએ અલગ-અલગ તારીખે કુલ 22 લાખ 70 હજાર રૂપિયા નુકસાની તરીકે ચૂકવ્યા હતા અને કહ્યું હતું કે જો છ મહિનામાં પઝેશન નહીં આપવામાં આવે તો કંપની વ્યાજ સહિત આખી રકમ પરત કરશે.

LEAVE A REPLY