ચારધામ પ્રોજેક્ટ હેઠળ ઋષિકેશ-ગંગોત્રી નેશનલ હાઇવે 94 એક નવો બંધાયેલ રસ્તો વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. (ANI Photo)

કેટલાંક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ચાર ધામ તીર્થયાત્રીઓને હવામાનની અપડેટ લીધા પછી જ તેમની યાત્રા પર આગળ વધવાની સલાહ આપી હતી. અવિરત વરસાદથી ભૂસ્ખલન થયું હતું, અનેક રસ્તાઓ બ્લોક થયા હતા તથા ગંગા સહિત અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયાં હતા.

હિમાચલપ્રદેશના સોલનમાં રવિવારે વાદળ ફાટવાથી તથા શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં  ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરથી ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે અનેક વૃક્ષો ધારાશાયી થયા હતા, જેના કારણે રાજ્યના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 126 માર્ગો પર વાહનોની અવરજવર અવરોધાઈ હતી. રાજ્યભરમાં 141 ટ્રાન્સફોર્મર્સને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

 

LEAVE A REPLY