સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયાએ મંગળવારે ચારધામ હાઇવે પ્રોજેક્ટ હેઠળ રોડને પહોંળો કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે લશ્કરી દળો માટે તેના વ્યૂહાત્મક મહત્વને જોતા ડબલ લેન રોડને બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટ આ અંગે કહ્યું છે કે આ રસ્તાનું મહત્વ છે. સરહદ સુરક્ષાની ચિંતાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે હાલ ગંભીર પડકારો છે. આવા સંજોગોમાં સૈનિકો અને હથિયારોની અવર-જવર માટે રસ્તો સરળ હોય તે જરૂરી છે,
જોકે સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ સામે પીટીશનર્સની પર્યાવરણીય ચિંતાને પણ ધ્યાનમાં લીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ જજ જસ્ટિસ એ કે સિકરીના વડપણ હેઠળ એક દેખરેખ સમિતીની રચના કરશે.
પ્રોજેક્ટના કારણે હિમાલયના ક્ષેત્રોમાં ભૂસ્ખ્લનની ચિંતાઓને રોકવા માટે સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે આ પ્રકારની દુર્ઘટનાને રોકવા માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવશે. દેશના અલગ-અલગ ભાગમાં ભૂસ્ખ્લન થયું છે અને તેના માટે માત્ર રોડ નિર્માણ જ જવાબદાર નથી.
899 કિમીનો આ હાઇવે પ્રોજેક્ટ્સ ઉત્તરાખંડના પર્યાવરણના સંદર્ભમાં સંવેદનશીલ વિસ્તારમાં છે. આ પ્રોજેક્ટથી ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથને જોડવાની સરકારની યોજના છે. આ પ્રોજેક્ટને સ્થાનિક એનજીઓ સિરિઝન ફોર ગ્રીન દૂને પડકાર્યો હતો.