દીપિકા પદુકોણની બહુ ચર્ચિત ફિલ્મ ‘છપાક’ ક્રિટિક્સ અને ઓડિયન્સના પોઝિટિવ રીવ્યુ આવ્યા છતાં આ ફિલ્મના સાતમા દિવસના કલેકશનના આંકડા કમર્શિયલ ફ્લોપ થવા તરફ ઇશારો કરી રહ્યા છે. દીપિકા ની ફિલ્મ ‘છપાક’ અંતે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે.
આ ફિલ્મ વાસ્તવિક ઘટના એસિડ એટક સર્વાઇવર લ૭્મી અગ્રવાલ પર આધારિત હતી. પરંતુ દીપિકાના જેએનયુની વિઝીટ બાદ ‘છપાક’ પોલિટિકલ મુદ્દો બની ગઇ હતી. લોકોએ ‘ છપાક’ને બોટકોટ કરવાની માંગણી કરી હતી હવે આ ફિલ્મના બોક્સ ઓફિસના કલેકશનના આંકડા જોઇને સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મનો બિઝનેસ નબળો રહ્યો છે. સાત દિવસના આ ફિલ્મના કલેકશનના આંકડા ફિલ્મ ફ્લોપ થવા તરફ ઇશારો કરે છે.
સાત દિવસના અંતે આ ફિલ્મ ગુરૂવારે ફક્ત રૂપિયા ૧.૮૫ કરોડનો બિઝનેસ કર્યો છે. જે દીપિકા જેવી અભિનેત્રી માટે ઓછો કહેવાય. કુલ સાત દિવસના આંકડા જોઇએ તો આ ફિલ્મે રૂપિયા ૨૩. ૩૮ કરોડ બોક્સ ઓફિસ કલેકશન કર્યું છે. ‘છપાક’નું બજેટ રૂપિયા ૩૫ થી ૪૦ કરોડ જેટલું કહેવાઇ રહ્યું છે.
પહેલા બે-ત્રણ દિવસ સુધી આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન જોતા ફિલ્મ અઠવાડિયામાં પોતાનું રોકાણ કાઢી લેશે તેમ લાગતું હતું. પરંતુ એમ થયું નથી. ફિલ્મ વીકડેઝ પર રૂપિયા ૧ કરોડ થી લઇ ૨. ૫ કરોડ સુધીની જ કમાણી કરી શકી.