What are the possibilities of a white Christmas

યુકેમાં મોટાભાગના લોકો દર વર્ષે વ્હાઇટ ક્રિસમસની અપેક્ષા રાખતા હોય છે. જે રીતે આ વર્ષે સ્નો પડ્યો, સમગ્ર યુકેમાં બરફ સાથે ધુમ્મસની ચેતવણીઓ અપાઇ અને ઠંડી પોતાની પકડ જમાવી રહી છે તે જોતા લોકોના મનમાં વ્હાઇટ ક્રિસમસની આશા પણ જન્મી હતી. પરંતુ કમનસીબે ફરી એક વખત તે આશાઓ ઠગારી નીવડે તેમ છે.

યુકેમાં તાપમાન આ મહિનાની શરૂઆતમાં ડિસેમ્બર માટે લગભગ સરેરાશ હતું પરંતુ સમગ્ર દેશમાં નોંધાયેલા માઇનસ તાપમાન સાથે હવે તે નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સનો ડેટા દર્શાવે છે કે નોર્ધર્ન યુરોપ અને  યુકે સમગ્ર સપ્તાહ દરમિયાન સામાન્ય કરતાં વધુ ઠંડુ રહેવાની ધારણા છે, જ્યારે સાઉથ યુરોપ સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે.

પરંતુ શું તેનો અર્થ એ છે કે આ વખતે ક્રિસમસ પર બરફ પડશે? બીબીસી વેધરના નિક્કી બેરી કહે છે કે ક્રિસમસ સુધી આ ઠંડી યથાવત રહેશે તેવા ઘણા સંકેતો નથી અને ક્રિસમસ સુધીના અઠવાડિયામાં તાપમાન સરેરાશ પર પાછુ આવવાની ધારણા છે.

પરંતુ હવામાનની આગાહીઓ અને બુકીઓના મતે આ વખતે વ્હાઇટ ક્રિસમસની શક્યતાઓ પાંચમા ભાગ જેટલી પણ નથી.

ઓડ્સચેકરના ડેટા મુજબ તા. 25ના ક્રિસમસ ડે પર વ્હાઇટ ક્રિસમસની શક્યતાઓ એડિનબરામાં 18 ટકા, માન્ટેસ્ટરમાં 14 ટકા, બેલફાસ્ટમાં 13 ટકા, લંડનમાં 11 ટકા અને કાર્ડીફમાં 9 ટકા છે.

LEAVE A REPLY