કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયાએ ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી સાથે કન્ઝર્વેટિવ સાંસદો માટે વિશિષ્ટ રાઉન્ડ ટેબલ સત્રનું આયોજન કર્યું હતું. જેમાં ભૂતપૂર્વ મિનિસ્ટર્સ ડૉ. લિયામ ફોક્સ, રાનિલ જયવર્દના, વિકી ફોર્ડ, ગ્રેગ ક્લાર્ક અને બોબ બ્લેકમેન સહિત 25થી વધુ સાંસદો અને ડીન રસેલ જેવા નિયમિત સમર્થકોએ એ હાજરી આપી હતી.

આ સાંસદોએ યુકેના નાગરીકો માટે ઈ-વિઝા પુનઃસ્થાપિત કરવા હાકલ કરી હતી. જેથી વિઝા પ્રક્રિયાના સમયમાં થતા વિલંબ અને વિઝા એપોઇન્ટમેન્ટ મેળવવાની તકલીફોનો અંત આવી શકે. ચર્ચા કરાયેલા અન્ય વિષયોમાં ખાસ કરીને ભૌગોલિક-રાજકીય ફેરફારો અને આબોહવા પરિવર્તન સહિતના યુકે-ભારત સંબંધોમાં આગળ વધવું.

હાઈ કમિશનરે યુકે અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં ભૂમિકા ભજવવા બદલ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY