સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીમાં મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સને પડકારતી એક અરજીની નકારી કાઢી હતી. આ અરજીમાં આ પ્રોજેક્ટ હેઠળના એક પ્લોટના ઉપયોગમાં ફેરફારને પડકારવામાં આવ્યો હતો. આ પ્લોટમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સ હેઠળ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન બનાવવાની યોજના છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સંબંધિત સત્તાવાળાએ પૂરતા ખુલાસા કર્યા છે, જે પ્લાટના હેતુફેરને વાજબી ઠેરવે છે. કોર્ટે પાસે વધુ ચકાસણી કરવાનું કોઇ કારણ નથી, તેથી આ પિટિશનને નકારીને આ સમગ્ર વિવાદ પર પૂર્ણવિરામ મૂકે છે. સપ્ટેમ્બર 2019માં જાહેર કરવામાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં 900થથી 1,200 સાંસદો બેસી શકે તેવું નવું સંસદભવન બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ્સનું નિર્માણ કાર્ય ઓગસ્ટ 2022માં પૂરું થવાની ધારણા છે.